UPI Limit: UPI (યૂનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) આજે સૌથી ફાસ્ટ અને સૌથી આસાન ચૂકવણીના પ્રકારોમાંથી એક છે, પણ આનાથી લેવડદેવડની એક લિમીટ સુધી જ કરી શકાય છે. જાણો આના માટે શું છે નિયમો........... UPI લિમીટતમારા બેન્ક પર નિર્ભર કરે છે. ટ્રાન્ઝેક્શન લિમીટનો આશય એકવારમાં કરવામાં આવેલી લેવડદેવડ અને ડેલી લિમીટની આશય આખા દિવસની મેક્સીમમ લેવડદેવડની લિમીટથી છે.
ભારતીય સ્ટેટ બેન્ક - ભારતના સૌથી મોટી બેન્કની UPI ટ્રાન્ઝેક્શનની લિમીટ 1 લાખ રૂપિયા છે. આ ઉપરાંત આની ડેલી લેવડદેવડની લિમીટ પણ 1 લાખ રૂપિયા જ છે.
એક્સિસ બેન્ક - બેન્કની UPI ટ્રાન્ઝેક્શન લિમીટ અને ડેલી લિમીટ 1-1 લાખ રૂપિયા છે.
બેન્ક ઓફ ઇન્ડિયા - આની પણ UPI ટ્રાન્ઝેક્શન લિમીટ અને ડેલી લિમીટ 1-1 લાખ રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે.
HDFC બેન્ક - પ્રાઇવેટ ક્ષેત્રની સૌથી મોટી બેન્કે યુપીઆઇ ટ્રાન્ઝેક્શન અને ડેલી લિમીટ 1-1 લાખ રૂપિયા રાખી છે. જોકે, નવો ગ્રાહક પહેલા 24 કલાકમાં માત્ર 5,000 રૂપિયાનુ ટ્રાન્ઝેક્શન કરી શકશે.
ICICI બેન્ક - બેન્કની UPI ટ્રાન્ઝેક્શન લિમીટ તથા ડેલી લિમીટ પણ 10,000-10,000 રૂપિયા છે. જોકે, ગૂગલ પે માટે આ બન્ને લિમીટ 25,000 રૂપિયા છે.
પંજાબ નેશનલ બેન્ક - આની ટ્રાન્ઝેક્શન લિમીટ 25,000 રૂપિયા છે. જ્યારે ડેલી યુપીઆઇ લિમીટ 50,000 રૂપિયા નક્કી છે.
આ પણ વાંચો..........
Horoscope Today 14 July 2022: મિથુન, કન્યા, મકર રાશિના જાતકોએ સાવધાન રહેવું જોઈએ, જાણો આજનું રાશિફળ
ફક્ત ખાવાનું અને જનસંખ્યા વધારવી, આ કામ તો પ્રાણીઓ પણ કરે છેઃ મોહન ભાગવત
T20 વર્લ્ડકપ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે ટી20 સીરીઝ, આ રહ્યું પુરેપુરુ શિડ્યૂલ
India Corona Cases Today: કોરોનાના કેસમાં વધારો, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા લોકોના થયા મોત ?
IOS 16: Public Beta વર્ઝન રિલીઝ, આ રીતે કરો તમારા iPhoneમાં ઇન્સ્ટૉલ