નવી દિલ્હીઃ પ્રાઈવેટ સેક્ટરની દિગ્ગજ બેંક કોટક મહિન્દ્રા બેંકે 25 લાખ રૂપિયાના વાર્ષિક પેકેજવાળા કર્મચારીઓના પગારમાં 10 ટકાના ઘટાડાની જાહેરાત કરી છે. કોરોના વાયરસ સંકટથી ઉભી થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. કેટલાક, સપ્તાહ પહેલા જ બેંકના ટોપ મેનેજમેન્ટ અધિકારીઓએ 2020-21 માટે પોતાના પગારમાં સ્વૈચ્છિક 15 ટકાના ઘટાડાની જાહેરાત કરી હતી.


કોરોના વાયરસ સંકટની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી રહી છે. માટે અનેક કોર્પોરેટ ગ્રુપ પગારમાં ઘટાડો કરી રહ્યા છે અને કેટલાકે તો કર્મચારીઓની છટણી પણ કરી છે. સૌથી વધારે અસર અસંગઠિત ક્ષેત્ર પર જોવા મળી રહી છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઓકોનોમી (સીએમઆઈઈ)ના રિપોર્ટ અનુસાર દેશમાં બેરોજગારી દર ત્રણ મેના સપ્તાહમાં 27 ટકાએ પહોંચી ગયો.

કોટક ગ્રુપના મુખ્ય માનસ સંસાધન અધિકારી સુખજીત એસ. પસરીચાએ બેંક કર્મચારીઓનો મોકલેલ મેસેજમાં કહ્યું કે, શરૂઆતમાં જે સ્થિતિ બેથી ત્રણ મહિના માટે જોવા મળી રહી હતી. હવે આ મહામારીમાં ફેરવાઈ ગઈ છે અને તેનાથી લોકોના જીવ અને આજીવિકા બન્ને પર ગંભીર અસર પડી રહી છે. હાલની સ્થિતિથી સ્પષ્ટ ચે કે આ મહામારી એમ નહીં જાય.

તેમણે કહ્યું કે, પગાર કાપનો નિર્ણય કારોબારને બચાવી રાખવા માટે કાર્યો છે. આ પગાર કાપ મે 2020થી લાગુ થશે.