LIC Lapsed Policy Revival: ભારતીય જીવન વીમા નિગમ દેશભરમાં કરોડો પોલિસીધારકો ધરાવે છે. ઘણી વખત લોકો પોલિસી ખરીદે છે, પરંતુ કેટલાક કારણોસર સમયસર પ્રીમિયમ ચૂકવી શકતા નથી. આવી સ્થિતિમાં પોલિસી લેપ્સ થઈ જાય છે. આ પ્રકારની પોલિસીને ફરી શરૂ કરવા માટે, એલઆઈસીએ એક ખાસ ઝુંબેશ  શરૂ કરી છે. તેની શરૂઆત 1લી સપ્ટેમ્બરથી કરવામાં આવી છે અને 31મી ઓક્ટોબર સુધી આ કેમ્પેન ચાલશે. છે. ચાલો જાણીએ કે કેવી રીતે લેપ્સ પોલિસી ફરી કેવી રીતે શરૂ કરી શકાય.


લેપ્સ પોલિસી શું છે?


એલઆઈસી પોલિસી ખરીદ્યા પછી પ્રીમિયમ વાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક અથવા માસિક ધોરણે ચૂકવવાનું હોય છે. જો તમે નિર્ધારિત સમયગાળામાં પ્રીમિયમ જમા કરાવતા નથી, તો આવી સ્થિતિમાં પોલિસી લેપ્સ થઈ જાય છે. આ પછી તમારે પોલિસીને રિવાઈવ કરવા માટે પેનલ્ટી ચૂકવવી પડશે. આ પછી જ તમે તેને ફરીથી ચાલુ કરી શકો છો.


LICએ સોશિયલ મીડિયા પર માહિતી આપી


ભારતીય જીવન વીમા કોર્પોરેશને તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટ શેર કરતી વખતે લખ્યું છે કે એલઆઈસીએ વિશેષ અભિયાન શરૂ કર્યું છે. આના દ્વારા ગ્રાહકોને 1 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર, 2023 વચ્ચે લેપ્સ પોલિસીને ફરીથી એક્ટિવેટ કરવા પર ભારે ડિસ્કાઉન્ટનો લાભ મળી રહ્યો છે. 1 લાખ રૂપિયાના પ્રીમિયમ પર લેટ ફીમાં 30 ટકા ડિસ્કાઉન્ટ છે એટલે કે વધુમાં વધુ 3,000 રૂપિયા. જ્યારે 1 લાખથી 3 લાખની વચ્ચે, 30% ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે એટલે કે મહત્તમ રૂ. 3500 અને 3 લાખથી વધુ પર 30% ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે એટલે કે રૂ. 4000 સુધી.






પોલિસી ફરીથી કેવી રીતે શરૂ કરવી


LIC અનુસાર, જો તમે તમારી લેપ્સ્ડ પોલિસીને ફરીથી શરૂ કરવા માંગો છો, તો તમે licindia.in ની સત્તાવાર વેબસાઇટ પર જઈને તેને શરૂ કરી શકો છો. આ ઉપરાંત, તમે LICની નજીકની શાખા અથવા એજન્ટની મુલાકાત લઈને તમારી LIC પોલિસીને ફરીથી શરૂ કરી શકો છો.


આ પણ વાંચોઃ


ગ્રાફિક ડિઝાઇનના કુશળ યુવાનો માટે સરકાર તરફથી મોટી તક, લોગો ડિઝાઇન કરીને જીતો પુરસ્કાર, જાણો વિગતે