અમદાવાદઃ કોરોનાકાળમાં પર ગુજરાતી કંપનીઓએ પ્રગતિ કરી છે. પાંચ ગુજરાતી કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન 50 હજાર કરોડને પાર થઈ ગયું છે. આ કંપનીઓમાં રોકાણ કરનારાં રોકાણકારો પણ માલામાલ થઈ ગયા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા અહેવાલ પ્રમાણે શુક્રવારે ગુજરાત ગેસ લિમિટેડની માર્કેટ કેપ 50 હજાર કરોડને પાર થઈ હતી. જે 2021માં આ સીમાચિહ્ન હાંસલ કરનારી પાંચમી ગુજરાતી કંપની બની હતી.


ગુજરાત ગેસે હાંસલ કર્યુ સીમાચિહ્ન


બીએસઈના આંકડા મુજબ 31 ડિસેમ્બરના રોજ અદાણી ટ્રાન્સમિશન લિમિટેડની માર્કેટ કેપ 48,138 કરોડ હતી. જે 23 જુલાઈ, 2021ના રોજ 1,05,714 કરોડ પહોંચી છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડની માર્કેટ કેપ 31 ડિસેમ્બરના રોજ 41,232 કરોડથી વધીને 23 જુલાઈ, 2021નાં રોજ 96,459 કરોડ પર પહોંચી છે. ઝાયડસની માર્કેટ કેપ 31 ડિસેમ્બર, 2020ના રોજ 48,761 કરોડ હતી. જે 23 જુલાઈએ 62,965 પર પહોંચી છે. ટોરેન્ટ ફાર્માની માર્કેટ કેપ 31 ડિસેમ્બર, 2020ના રોજ 47,394 કરોડ હતી, જે 23 જુલાઈ, 2021નાં રોજ 51,509 કરોડ પહોંચી છે.  ગુજરાત ગેસની માર્કેટ કેપ 31 ડિસેમ્બર, 2020ના રોજ 25,928 કરોડ હતી, જે 23 જુલાઈ, 2021ના રોજ 50,290 કરોડ પર પહોંચી છે.


આ પહેલા 50 હજાર કરોડની ક્લબમાં અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ, અદાણી ગ્રીન એનર્જી લિમિટે અને અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ હતી. જ્યારે ચાલુ વર્ષે આ સંખ્યા વધીને બમણી થઈ છે. આ વર્ષે ઝાયડસ અને ટોરેન્ટ ફાર્માને બાદ કરતાં ત્રણેય કંપનીની માર્કેટ કેપ બમણી થઈ ગઈ છે.


ઓનલાઈન ફૂડ ડિલિવરી કરતી કંપની ઝોમેટોનું સ્ટોક માર્કટેમાં બંપર લિસ્ટિંગ થયું હતું. સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગની સાથે જ કંપનીએ એવા રોકાણકારોને માલામાલ કરી દીધા છે જેમણે આઈપીઓમાં અરજી કરી હતી. આઈટી ક્ષેત્રની દિગ્ગજ કંપની ઇન્ફોસિસનાની ઘરેલુ બજારમાં શાનદાર સફળતાના 30 વર્ષ બાદ ફૂડ ડિલીવરી કંપની ઝોમેટોના આઈપીઓએ લિસ્ટિંગના દિવસે શાનદાર પ્રદર્શન કરતાં ઇન્ડિયન એન્ટરપ્રેન્યોરશિપને નવો રસ્તો બતાવ્યો છે. શુક્રવારે શેર બજારમાં ઝોમેટોનો સ્ટોક શાનદાર પ્રદર્શન કરતાં 53 ટકા પ્રીમિયની સાથે લિસ્ટ થયો અને 76 રૂપિયા આઈપીઓ પ્રાઈસની સામે 115 રૂપિયા સુધી પહોંચ્યો. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થવા થયા બાદ સ્ટોક 138 રૂપિયા સુધી પહોંચ્યો. અંતમાં બજાર બંધ થતા સમયે તે 126 રૂપિયા પર બંધ રહ્યો. આ રીતે કંપનીની માર્કેટ કેપ 98,732 કરોડ રૂપિયા થઈ ગઈ જે ટાટા મોટર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને કોલ ઇન્ડિયા કરતાં પણ વધારે છે.