પીએમસી બેન્ક પર આરબીઆઇના નિર્ણયના કારણે ગ્રાહકોની મુશ્કેલીઓ વધી ગઇ છે. આ કારણથી ગ્રાહક સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારે કેટલાક ગ્રાહકો પોલીસમાં ફરિયાદ નોઁધાવી છે. વાસ્તવમાં આરબીઆઇના પીએમસી બેન્ક પર પ્રતિબંધને કારણે હવે બેન્કમાં કોઇ ગ્રાહક નવું ફિક્સડ ડિપોઝીટ એકાઉન્ટ ખોલી શકશે નહીં. તે સિવાય નવી લોન જાહેર કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આરબીઆઇનો આ પ્રતિબંધ આગામી છ મહિના સુધી રહેશે. જોકે, આરબીઆઇ આ દિશા નિર્દેશોમાં સ્થિતિ અનુસાર સંશોધન કરી શકે છે.
આરબીઆઇના આ નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર અહેવાલ વહેતા થયા હતા કે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેન્ક લાઇસન્સ કેન્સર કરી દીધું છે. જોકે, આરબીઆઇએ સ્થિતિ સ્પષ્ટ કરી હતી કે પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે તેનું બેન્કિંગ લાઇસન્સ રદ કરવામાં આવ્યું નથી.