એમજી 3 પોતાની સેગમેન્ટની પ્રીમિયમ કાર હશે. આ કાર પોતાના સેગમેન્ટમાં મુખ્ય રીતે મારૂતિ સ્વિફ્ટ, મારુતિ બલેનો, હ્યુન્ડાઈ આઈ20, ફોક્સવેગન પોલો જેવી કારને ટક્કર આપી શકે છે.
એમજી મોટરે પોતાની એમજી 3 કારનું વેચાણ વિશ્વભરના બજારોમાં પહેલેથી જ કરી રહી છે. જોકે ભારતમાં આ કારને ક્યારે લોન્ચ કરવામાં આવશે તેના વિશે કંપનીએ કોઈ ખુલાસો કર્યો નથી. ભારતમાં આ કાર માત્ર પેટ્રોલ વર્ઝન લોન્ચ કરવામાં આવશે. મારુતિ સ્વિફ્ટ અને બલેનોની જેમ જ હાલમાં એમજી 3ના હાઈબ્રિડ વર્ઝન વિશે કોઈ જાણકારી નથી.
એમજી મોટરની એમજી 3માં 1.5L VTi પેટ્રોલ એન્જિન મળશે. આ એન્જિન 86kW અથવા અંદાજે 110hpનો પાવર આપશે અને 140Nmનો પીક ટોર્ક જનરેટ કરશે. MG 3 એન્જિનના આ આંકડા મારુતિ સ્વિફ્ટ અને હ્યુન્ડાઈ આઈ20ની તુલનામાં ઘણાં સારા છે. મારુતિ સ્વિફ્ટનું એન્જિન માત્ર 82hpનો પાવર અને 113 Nmનો ટોર્ક જનરેટ કરે છે. એમજી 3નું એન્જિન ફોક્સવેગન પોલો જેવી પ્રીમિયમ સબ-કોમ્પેક્ટ કારથી પણ સારી છે. આ કાર માત્ર 10.4 સેકન્ડમાં 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.
કારમાં 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન મળશે અને ઓપ્શનલ 4-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સિસ્ટમ હશે. એમજી મોટરની અનય્ કારની જેમ જ એમજી 3માં ઇનબિલ્ટ ઇન્ટરનેટ સુવિધા હશે. તેમાં 8 ઇંચની ટનસ્ક્રીન ઇન્ફોટનમેન્ટ સિસ્ટમ પણ હશે. તેની સાથે જ LED ટેલલેમ્પ અને લેધર સ્ટીયરિંગ વ્હીલ, ઇલેક્ટ્રિક સનરૂફ પણ મળશે.
આ કારમાં એબીએસ, ઈબીડી અને ઈપીએસ જેવી તમામ સુરક્ષા ફીચર્સ હશે. આ કારની કિંમતને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી. જોકે આશા છે કે એમજી 3ની કિંમત 6થી 9 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે.