નવી દિલ્હીઃMG Motor Indiaએ ફેબ્રુઆરી 2020માં 1376 યુનિટ્સ સેલ કર્યા છે. કંપનીએ આ આંકડાઓ જાહેર કર્યા છે. કંપનીએ તાજેતરમાં જ ભારતમાં પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક કાર MG ZS EV લોન્ચ કરી હતી. આ કારને ભારતમાં શાનદાર રિસેપ્શન મળ્યું છે. લોન્ચના પ્રથમ જ મહિનામાં આ કારની 158 યુનિટ્સ સેલ થઇ છે. આ કારની અત્યાર સુધી 3000 બુકિગ થઇ ચૂકી છે. નોંધનીય છે કે ઇલેક્ટ્રિક કાર માટે આ આંકડાઓ શાનદાર છે. એમજી મોટર ઇન્ડિયાના સેલ્સ ડિરેક્ટર રાકેશ સિડાનાએ કહ્યું કે, કોરોના વાયરસ આઉટબ્રેકના કારણે કંપનીના વેચાણમાં ઘટાડો આવ્યો છે.
આ ઝીરો એમિશનવાળી કારના એક્સાઇડ વેરિઅન્ટની કિમત 20,88,000 રૂપિયા રાખી છે. જ્યારે એક્સક્યૂસિલ વેરિઅન્ટની કિંમત 23,58,000 રૂપિયા રાખી છે. આ ભારતમાં કંપનીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર છે. MG ZS EV કાર એસી ફાસ્ટ ચાર્જરથી છથી આઠ કલારમાં 80 ટકા સુધી ચાર્જ થઇ જાય છે. જો કારને ચાર્જ માટે DC સુપરફાસ્ટ ચાર્જરથી તેને 50 મિનિટથી પણ ઓછા સમયમાં ફૂલ ચાર્જ કરી શકાય છે.
કારમાં 44.5 kWh બેટરી પેક છે. એક વખત ફૂલ ચાર્જ થવા પર કાર 340 કિલોમીટર સુધી ચાલશે. કંપની આ ઇલેક્ટ્રિક એસયુવી સાથે 7.4 kWh ચાર્જર પણ આપશે. એમજીની આ ઇલેક્ટ્રિક કારમા મોટર 141 bhpનું પાવર અને 353 Nm પીક ટોક જનરેટ કરે છે. કંપનીએ કહ્યુસંકે, જેડએસ ઇવીની ભારતમાં એક લાખ કિલોમીટર કરતા વધુ ટેસ્ટિંગ કરવામાં આવી છે.
Hector બાદ MG ZS EVએ મચાવી ધમાલ, 3,000 પાર પહોંચી બુકિંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Mar 2020 05:50 PM (IST)
એમજી મોટર ઇન્ડિયાના સેલ્સ ડિરેક્ટર રાકેશ સિડાનાએ કહ્યું કે, કોરોના વાયરસ આઉટબ્રેકના કારણે કંપનીના વેચાણમાં ઘટાડો આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -