Minimum Pension Benefit: નાણા મંત્રાલયે કેન્દ્રીય કર્મચારીઓને લઘુતમ પેન્શન આપવાના સમાચારને નકારી કાઢ્યા છે. નાણા મંત્રાલયે ટ્વીટ કર્યું છે કે ઘણા અખબારોમાં અહેવાલ છે કે સરકાર NPS હેઠળ તેના કર્મચારીઓને લઘુત્તમ પેન્શન આપવાનો પ્રસ્તાવ લઈને આવી શકે છે. નાણા મંત્રાલયે કહ્યું કે આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે.


નાણા મંત્રાલયે કહ્યું કે લોકસભામાં બજેટ સત્રમાં નાણામંત્રીની જાહેરાત બાદ નાણાં સચિવની અધ્યક્ષતામાં એનપીએસને લઈને એક સમિતિની રચના કરવામાં આવી છે. જે હાલમાં વિવિધ હોદ્દેદારો સાથે સતત ચર્ચા કરી રહી છે. નાણા મંત્રાલયે કહ્યું કે સમિતિ હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચી નથી.


વાસ્તવમાં બુધવારના રોજ સમાચાર મળ્યા હતા કે જૂની પેન્શન સ્કીમની વધતી માંગ વચ્ચે કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને લઘુતમ પેન્શન આપવાનો નિર્ણય લઈ શકે છે. કેન્દ્ર સરકાર કર્મચારીઓના છેલ્લા પગારના 40 થી 45 ટકા લઘુત્તમ પેન્શનની ખાતરી આપી શકે છે.


તમને જણાવી દઈએ કે નેશનલ પેન્શન સ્કીમના વધી રહેલા વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે જૂની પેન્શન સ્કીમની માંગને ધ્યાનમાં રાખીને નાણા સચિવની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી, જે એનપીએસને આકર્ષક બનાવવા પર વિચાર કરી રહી છે. એવું માનવામાં આવે છે કે કેન્દ્ર સરકાર એનપીએસને કર્મચારીઓ માટે આકર્ષક બનાવી શકે છે જેથી કેન્દ્રીય કર્મચારીઓમાં રહેલી નારાજગી ઓછી થઈ શકે.






નેશનલ પેન્શન સ્કીમને લઈને વિપક્ષી પાર્ટીઓ દ્વારા શાસિત કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ દિવસોમાં કેન્દ્ર સરકાર સહિત રાજ્ય સરકારના કર્મચારીઓ રાષ્ટ્રીય પેન્શન યોજનાનો વિરોધ કરી રહ્યા છે અને જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે.


આ પણ વાંચોઃ


સ્વિસ બેંકોમાં કાળુ નાણું ઘટી ગયું! ભારતીયોની થાપણો 2022માં ઘટીને 3.42 અબજ સ્વિસ ફ્રેંક રહી



Join Us on Telegram: https://t.me/abpasmitaofficial