નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રેડિટ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસેઝે ભારતની સૉવરેન રેટિંગ ઘટાડી દીધી છે. મૂ઼ડીઝે બારતની સૉવરેન રેટિંગ ‘Baa2’થી ઘટાડીને ‘Baa3’ કરી દીધી છે. ભારતીય અર્થવ્યવસ્થાને લઇને તેનુ નેગેટિવ આઉટલૂક યથાવત છે.

જોકે નાણા મંત્રાલયના અધિકારીઓને કહ્યું કે, આ સમયે મૂડીઝે બીજા 35 દેશોનુ રેટિંગ ઘટાડ્યુ છે, અને તેને રોકાણના કારણે ડાઉનગ્રેડ કરી દીધા છે. આવામાં ભારતનુ રેટિંગ ઘટાડવાને લઇને વધારે ચિંતા ના થવી જોઇએ.

મૂડીઝે કહ્યું કે, કૉવિડ-19માંથી બહાર આવવા માટે અર્થવ્યવસ્થાને જે પેકેજ આપવામાં આવ્યુ છે, તેમાં રોકડ પ્રોત્સાહન કોઇ ખાસ નથી, એટલે માંગમા વધારો નહીં થાય. પરિસ્થિતિ આવી જ રહી તો 2022 પહેલા ઇકોનૉમીમાં કોઇ રિક્વરીની સંભાવના નથી.



મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસેઝે નરેન્દ્ર મોદી સરકાર તરફથી આર્તિક અને કારોબારી સુધારા માટે ઉઠાવવામાં આવેલા પગલા બાદ 2017માં ભારતનુ રેટિંગ વધારી દીધી હતી. ઇકોનૉમીમાં પછડાટને કૉવિડ-19ના પ્રભાવ તરીકે જોવામાં આવી રહી છે. જોકે મૂડીઝે સ્પષ્ટ કર્યુ કે ભારતીય અર્થવ્યવસ્થાનુ ડાઉનગ્રેડીંગ કૉવિડ-19ના ઝટકાથી નથી થયુ. પરંતુ કૉવિડ-19 ભારતીય અર્થવ્યવસ્થાની મુશ્કેલીઓ વધારી દીધી, જોકે આ બધા પ્રૉબ્લમ પહેલાથી જ ચાલુ હતા.

ખરેખરમાં કૉવિડ-19થી અર્થવ્યવસ્થાને લાગેલા ઝટકાથી ઉભા થતા સરકારના આવનારી મુશ્કેલીઓને જોતા મૂડીઝ સૉવરેન રેટિંગ ઘટાડ્યુ છે. રાજકોષીય ખાદ્ય વધુ વધતા, ફાઇનાન્સિયલ સેક્ટરની મુસિબતો અને માંગમાં ઘટાડા જેવા કેટલાક પ્રૉબ્લમ પહેલાથી જ છે. આ બધા સામે ભારતીય અર્થવ્યવસ્થા ઝઝૂમી રહી છે.