Mukesh Ambani: તમને જણાવી દઈએ અંબાણી પરિવાર કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ અનંત અંબાણાની ભવ્ય લગ્નને લઈને અંબાણી ફેમિલી ફરી ચર્ચામાં આવી હતી. જે બાદ દરેકના મનમાં તેમની આવકને લઈને સવાનો ઉઠી રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(Reliance Industries)ના ચેરમેન અને એમડી, મુકેશ અંબાણી ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. મુકેશ અંબાણી અને તેમના પરિવારના ઘણા સભ્યો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 50.33 ટકા શેરધારકો છે. તેની આવકનો મોટો હિસ્સો રિલાયન્સમાંથી આવે છે. આ જ કારણ છે કે અંબાણી પરિવાર(Ambani Family)ને એશિયાનો સૌથી ધનિક પરિવાર પણ માનવામાં આવે છે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, તેમની કુલ સંપત્તિ 113.5 બિલિયન ડોલર છે. અંબાણી પરિવારે નાણાકીય વર્ષ 2023-24માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડિવિડન્ડમાંથી 3,322.7 કરોડ રૂપિયાની કમાણી કરી છે.


જાણો મુકેશ અંબાણીની સેલેરી કેટલી છે
મુકેશ અંબાણી છેલ્લા 4 વર્ષથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાસેથી કોઈ પગાર નથી લઈ રહ્યા. તેમણે આ નિર્ણય કોવિડ રોગચાળા દરમિયાન લીધો હતો. જો કે, તેઓ મુસાફરી, હોટેલ, કાર, સંદેશાવ્યવહાર અને ભોજન સહિતના વિવિધ ખર્ચ માટે કંપની પાસેથી પૈસા મેળવે છે. તેની પત્ની અને સપોર્ટ સ્ટાફ પણ આમાં સામેલ છે. કંપની તેની બિઝનેસ ટ્રીપનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવે છે. આ સિવાય મુકેશ અંબાણી અને તેમના પરિવારની સુરક્ષાનો સંપૂર્ણ ખર્ચ કંપની પોતે જ ઉઠાવે છે.


નીતા અંબાણીએ કેટલી કમાણી કરી?
મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનની ચેરપર્સન અને એમડી છે. આ ઉપરાંત, તે ઓગસ્ટ 2023 સુધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પણ હતી. તેમને નાણાકીય વર્ષ 2023-24 માટે સિટિંગ ફી તરીકે 2 લાખ રૂપિયા અને કમિશન તરીકે 97 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.


પુત્ર અને પુત્રી બંને પણ અનેક હોદ્દા પર છે
મુકેશ અને નીતા અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી (Akash Ambani) રિલાયન્સ જિયો ઈન્ફોકોમ (Reliance Jio Infocomm)ના ચેરમેન છે. પુત્રી ઈશા અંબાણી(Isha Ambani) રિલાયન્સ રિટેલની એમડી છે. આ સિવાય તે Jio ઈન્ફોકોમના બોર્ડમાં પણ છે. અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અંબાણી  (Anant Ambani) Jio પ્લેટફોર્મ, રિલાયન્સ રિટેલ, રિલાયન્સ ન્યૂ એનર્જી અને રિલાયન્સ ન્યૂ સોલર એનર્જી(Reliance New Solar Energy)ના ડિરેક્ટર છે. આ માટે તેઓ બધા પગાર લે છે. 


આ પણ વાંચો...


Unemployment Rate: બેરોજગારીનો દર ઘટ્યો, શહેરોમાં રોજગાર વધ્યા, પુરુષોએ બાજી મારી, મહિલાઓ પાછળ રહી


Aadhaar સાથે જોડાયેલો મોબાઈલ નંબર ભૂલી ગયા છો, જાણવા માટે આ સરળ ટિપ્સ ફોલો કરો