નવી દિલ્હીઃ પેટ્રૉલ-ડીઝલની વધેલી કિંમતોની સાથે સરકારે લોકોને વધુ એક મોંઘવારીનો ઝટકો આપ્યો છે. આજથી એટલે કે 1લી એપ્રિલ 2022થી સરકારે નેશનલ હાઇવે (NHAI) પર ટૉલ ટેક્સને વધારી દીધો છે. સરકારે ટૉલ ટેક્સ વધારવાનો ફેંસલો શુક્રવારે રાત્રે 12 વાગ્યાથી લાગુ કરી દીધો છે. આની સીધી અસર સામાનના ટ્રાન્સપોર્ટેશન અને કાર સવારો પર પડશે, જે એક શહેરમાંથી બીજા શહેરમાં સામાન્ય રીતે ટ્રાવેલ કરતા રહે છે. 


હવે લોકો પર મોંઘવારનો ડબલ માર પડી રહ્યો છે, કેમ કે પહેલા પેટ્રૉલ-ડીઝલની કિંમતો વધી અને હવે ટૉલ ટેક્સની કિંમતોમાં વધારાથી લોકોનો સફર વધુ મોંઘો થયો છે. ઉલ્લેખનીય છે કે, ટૉલ ટેક્સમાં લગભગ 10 થી 12 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. 


ઉલ્લેખનીય છે કે જે લોકો દર મહિને પાસ પર (40 લોકો માટે) પહેલા ટૉલ ટેક્સ તરીકે 765 રૂપિયા જમા કરતા હતા, તે હવે 875 રૂપિયા જમા કરશે. આવામાં ડેલી યાત્રા કરનારાઓ પર લગભગ 110 રૂપિયાનો વધારાનો ભાર પડશે. NHAI ના ટૉલ ટેક્સ વધારવાનો ફેંસલો મેઇન્ટેનન્સની વધતી કિંમતો ટૉલ કંપનીઓના અનુરોધ પર કર્યો છે. એક મીડિયા હાઉસમાં છપાયેલા રિપોર્ટ અનુસાર NHAIના ડાયરેક્ટરે આ વિશે જાણકારી આપતા બતાવ્યુ કે, દિલ્હી સાથે જોડતા હાઇવે પર હવે લોકોને વધુ ટૉલ ટેક્સ આપવો પડશે, લોકોને લગભગ 10 રૂપિયાથી વધારો ટૉલ આપવો પડશે. વળી ટૉલ વધવાથી સૌથી વધુ અસર મોટી ગાડીઓ પર પડશે, જેમાં લગભગ 65 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ તમામ દરો 31 માર્ચ રાત્રે 12 વાગ્યા બાદથી લાગુ થઇ ચૂકી છે. 


આ પણ વાંચો...... 


આજથી આ 8 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, હવે નહીં મળે આ સરકારી સબસિડી, PF જમા પર લાગશે ટેક્સ


CNG-PNG Prices Hike: CNGના ભાવમાં પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો, જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે


LPG Cylinder hike: ગેસના બાટલામાં આજે એક જ ઝાટકો 250 રૂપિયાનો વધારો, જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે


પીએમ યોજના હેઠળ આધાર કાર્ડથી લોન આપવામાં આવે છે? જાણો મોદી સરકારે શું કહ્યું......


પુતિનનો મોટો દાંવ, હવે ગેસ ખરીદવા માટે યૂરોપિયન દેશો માટે જરૂરી કરી આ પેમેન્ટ સિસ્ટમ, જાણો વિગતે