નવી દિલ્હીઃ રશિયા અને યૂક્રેન વચ્ચે આજ યુદ્ધનો 37મો દિવસ છે, રશિયન સૈનિકોએ યૂક્રેનના મોટાભાગના શહેરોને તબાહ કરી દીધા છે. છતાં યૂક્રેન ઝૂકવાનુ નામ નથી લઇ  રહ્યું, તો વળી બીજીબાજુ અમેરિકા અને યૂરોપીયન યૂનિયનના દેશો રશિયા પર પ્રતિબંધો લગાવી રહ્યાં છે, પરંતુ આ બધાની વચ્ચે પુતિને મોટો દાવ રમ્યો છે. પુતિને અમેરિકા અને યૂરોપિયન યૂનિયનના દેશોને મોટો ઝટકો આપ્યો છે. પુતિને ડૉલરમાં ગેસના વેપાર કરવા પર રોક લગાવી દીધી છે. હવે નાટો સહિત દુનિયાના તમામ દેશોને રૂબલમાં પેમેન્ટ કરવુ પડશે. 


રશિયન રાષ્ટ્રપતિ પુતિને ગુરુવારે કહ્યું કે, તમામ યૂરોપિયન યૂનિયનના સભ્યો સહિત રશિયા વિરુદ્ધ ઉભા રહેલા દેશોને એપ્રિલથી ગેસ વિતરમની ચૂકવણી માટે રૂબલ ખાતુ બનાવવાની જરૂર રહેશે, યૂક્રેનમાં સતત હુમલાઓના વિરુદ્ધમાં પશ્ચિમી દેશોએ રશિયા પર ગંભીર રીતે પ્રતિબંધો લગાવી દીધા છે. જેમાં તેની વિદેશી મુદ્રા ભંડારને ફ્રીઝ કરવાનુ પણ સામેલ છે. અમેરિકા પહેલાથી જ રશિયન તેલ અને ગેસની આયાત પર પ્રતિબંધ લગાવી ચૂક્યુ છે.  


યૂરોપીયન યૂનિયન જેને વર્ષ 2021માં રશિયાથી પોતાના ગેસ પૂરવઠાનો લગભગ 40 ટકા હિસ્સો પ્રાપ્ત કર્યો હતો, જેને મૉસ્કોમાં ડિલીવરીને યથાવત રાખી છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એક બેઠક દરમિયાન કહ્યું કે, રશિયન બેન્કોમાં રૂબલ એકાઉન્ટ ખોલવુ જોઇએ જેથી 1લી એપ્રિલથી ગેસનુ વિતરણ રૂબલમાં ચૂકવણી કરવામાં આવી શકે.


પુતિને જાહેરાત કરતાં એક ડિક્રી પર સિગ્નેચર કરી જે સ્પષ્ટ અને પારદર્શી પ્રક્રિયાની રૂપરેખા તૈયાર કરે છે. પુતિને કહ્યું કે, જો આ રીતેની ચૂકવણી નથી કરવામાં આવતી તો અમે ખરીદનારો તરફથી આવનારા તમામ પરિણામોની સાથે જવાબદારીઓનુ ઉલ્લંઘન માનીશું.  


ડિક્રી અનુસાર, તમામ ચૂકવણી રશિયન ગઝપ્રૉમબેન્ક (Gazprombank) દ્વારા નિયંત્રિત કરવામાં આવશે, જે સ્ટેટ એનર્જી ગઝપ્રૉમની સહાયક કંપની છે. ખરીદનાર વિદેશી મુદ્રામાં એક ગઝપ્રૉમબેન્ક ખાતામાં ચૂકવણી સ્થાનાંતરિત કરશે, જેનને બેન્ક પછી રૂબલમાં બદલી દેશે અને ખરીદનારના રૂબલ ખાતામાં ટ્રાન્સફર કરી દેશે. હાલમાં રશિયાના આ ફેંસલાથી અમેરિકા સહિત કેટલાય દેશોની ચિંતા વધી ગઇ છે. 


આ પણ વાંચો...... 


આજથી આ 8 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, હવે નહીં મળે આ સરકારી સબસિડી, PF જમા પર લાગશે ટેક્સ


CNG-PNG Prices Hike: CNGના ભાવમાં પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો, જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે


LPG Cylinder hike: ગેસના બાટલામાં આજે એક જ ઝાટકો 250 રૂપિયાનો વધારો, જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે


પીએમ યોજના હેઠળ આધાર કાર્ડથી લોન આપવામાં આવે છે? જાણો મોદી સરકારે શું કહ્યું......


પુતિનનો મોટો દાંવ, હવે ગેસ ખરીદવા માટે યૂરોપિયન દેશો માટે જરૂરી કરી આ પેમેન્ટ સિસ્ટમ, જાણો વિગતે