કંપનીના ડાયરેક્ટર એડી વૂ અનુસાર તેનાથી કંપની પર વધુ ભાર નહીં પડે કારણે કે તેની સંખ્યા માત્ર કેટલાક લાખ છે એટલે કે 0.5 ટકા છે. કંપનીએ પહેલા જ તેને પોતાની ફાઈનાન્સિયલ ગાઈડેન્સમાં સામેલ કરી લીધું છે.
નેટફ્લિક્સ તે લોકોને પણ નોટિફિકેશન મોકલાવી રહી છે જેમણે 2 વર્ષથી આ પ્લેટફોર્મ પર કંઈક પણ સ્ટ્રમિંગ નથી કર્યું. તમામ નિષ્ક્રિય મેમ્બરને નોટિફિકેશન મોકલવામાં આવી રહી છે કે, તેઓ પોતોની મેમ્બરશિપ યથાવત રાખવા માંગે છે કે નહીં. જો જવાબ નહીં મળે તો કંપની ખુદ મેમ્બરશિપ ખતમ કરી રહી છે. જો કે કંપની કોઈ પણ મેમ્બરના એકાઉન્ટની ફેવરિટ, અલગ અલગ પ્રોફાઈલ અને કન્ટેન્ટની પસંદનો આગામી 10 મહિના સુધી યથાવત રાખશે, જેથી મેમ્બર ફરી પોતાનું એકાઉન્ટ શરું કરે તો પોતાનું એકાઉન્ટ જૂની સ્થિતિમાં જ મળે.
એડી વૂએ કંપનીના આ પગલું લેવા પાછળનું કારણ જણાવતા કહ્યું કે, ગ્રાહકો વચ્ચે કંપનીની ગુડવિલ બને, અમને આશા છે કે , આ નવા પગલાથી લોકો મહેનતની કમાણી બચાવી શકશે.