નવા નાણાંકીય વર્ષ (AY 2021-22)ની શરૂઆત થવા સાથે જ સરકાર દ્વારા નવુ આવકવેરા રીટર્ન ફોર્મ બહાર પાડી દેવામાં આવ્યું છે. તેમાં કેટલીક નવી બાબતો સામેલ કરવામાં આવી છે. નવા કે જુના કરમાળખામાં રહેવું છે? ટેકસ નોટીસ મળ્યાને કારણે રીટર્ન ફાઈલ થતુ હોય તો ડીઆઈએન નંબર સહીતનાં મુદાઓને આવરી લેવામાં આવ્યા છે.


આવકવેરા (Income tax) રીટર્ન-1 માં ડીવીડન્ડ આવકની ત્રિમાસીક નોંધની જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડ દ્વારા એમ કહેવામાં આવ્યુ છે કે કોરોનાની પ્રવર્તમાન હાલતમાં કરદાતાઓને વધુ કઠીનાઈનો સામનો કરવો ન પડે તે માટે નવા રીટર્ન ફોર્મમાં કોઈ મોટા બદલાવ કરવામાં આવ્યા નથી. આવકવેરા કાયદામાં સુધારાને કારણે આવશ્યક બનેલા અમુક બદલાવ કરવામાં આવ્યા છે.


CBDT તરફથી જારી કરેલુ ITR ફોર્મ http://egazette.nic.in/WriteReadData/2021/226336.pdf લિંક પર ઉપલબ્ધ છે. ઈન્કમ ટેક્સ રિટર્ન ફોર્મ-1 અને ફોર્મ-4 સૌથી સરળ છે. તેનો ઉપયોગ નાના અને મધ્યમ કરદાતા કર છે. વર્ષે 50 લઆખ રૂપિયા સુધીની આવકવાળા ટેક્સપેયર્સ એટલે કે ફોર્મ-1નો ઉપયોગ કરીને લોકો ITR દાખલ કરે છે. સાથે જ માત્ર વેતન, એક ઘર કે વ્યાજથી આવક પામનારા કરદાતા પણ સહજ ફોર્મથી ITR ફાઈલ કરે છે. તો ITR દાખલ કરવા માટે સૂગમ એટલે ફોર્મ-4નો ઉપયોગ 50 લાખ રૂપિયા સુધીની વર્ષની આવકવાળા હિંદૂ અવિભાજીત પરિવાર (HUF) ફર્મ કરે છે. સાથે જ કારોબાર કે પ્રોફેશનથી આવક પ્રાપ્ત કરનારા લોકો પણ આ ફોર્મ દ્વારા ITR ભરે છે.


કારોબાર કે પ્રોફેશનથી આવક પ્રાપ્ત કરનારા વ્યક્તિગત કરદાતા અથવા હિંદૂ અવિભાજીત પરિવાર ITR-2 તેમજ ITR-3 દ્વારા ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકે છે. વ્યક્તિગત કરદાતા, હિંદૂ અવિભાજીત પરિવાર અને કંપનીઓ સિવાય પાર્ટનરશિપ ફર્મ, LLP ITR-5 ફોર્મ ભરી શકે છે. કંપનીઓ ITR-6 ભરી શકે છે. આવકવેરા અધિનિયમ હેઠળ છૂટનો દાવો કરનાર ટ્રસ્ટ, રાજકીય પાર્ટિઓ અને ચેરીટેબલ ઈન્સ્ટિટયૂશન ITR ફોર્મ -7 દ્વારા ITR ફાઈલ કરી શકે છે.


કરવેરા નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે કરદાતાઓને પ્રથમ વખત નવા કે જુના કરમાળખામાં સામેલ થવાનો વિકલ્પ મળવાનો છે.રીટર્ન ફોર્મમાં કોઈ મોટા બદલાવ નથી. 50 લાખથી વધુ આવક ન હોય તેવા કરદાતાને રીટર્ન ફોર્મ-1 ભરવાનું થાય છે. કરદાતાએ ડીવીડન્ડ આવક ત્રિમાસીક બ્રેકઅપમાં દર્શાવવી પડશે.