Aadhar Card આપણો સૌથી જરૂરી અને મહત્વનો દસ્તાવેજ બની ગયો છે. તેના વગર અનેક કામ અધૂરા રહી જાય છે. જો તમારે પણ આધાર કાર્ડમાં મોબાઇલ નંબર એડ કરવાનો કે અપડેટ કરવાનો હોય તો તમારા માટે સારા સમાચાર છે. UIDAI એ ટ્વિટ કરીને કહ્યું કે, આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરાવવા માટે કોઇ પણ દસ્તાવેજની જરૂર નહીં પડે.

UIDAI એ કહ્યું, જો તમે આધાર કાર્ડમાં મોબાઇલ નંબર લિંક કરાવવા માંગો છો કે અપડેટ કરાવવા માંગો છો તો હવે સરળ બનશે. અપડેશન માટે તમારા નજીકના આધાર સેન્ટર પર માત્ર આધાર કાર્ડ લઈ જવું પડશે. આ ઉપરાંત તમારા આધારમાં ફોટો, બાયોમેટ્રિક અને ઈમેલ જેવા કરેક્શન પણ કોઇ જાતના દસ્તાવેજ વગર અપડેટ થઈ જશે.



આધાર કાર્ડ સાથે મોબાઇલ લિંકના અનેક ફાયદા છે. પરંતુ સૌથી મોટો ફાયદો એ છે કે જો તમારો આધાર નંબર અને મોબાઇલ નંબર લિંક હશે તો જ કોઇપણ સરકારી યોજનાનો લાભ ઉઠાવી શકો છો. આ ઉપરાંત તમારે આધારમાં કોઇ અપડેટ કરાવવું હશે તો ઓટીપી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર જ આવશે.

બેંગલુરુના વૃદ્ધાશ્રમમાંથી મળી આ હોટ એક્ટ્રેસની લાશ, બિગ બોસમાં લઈ ચુકી છે ભાગ

ગુજરાતની આ ફાર્મા કંપનીને કોરોના રસીના બીજા તબક્કાનું મળ્યું પોઝિટિવ રિઝલ્ટ, શેરના ભાવમાં આવ્યો ઉછાળો