કર્મચારીઓ નોકરી બદલે તો પ્રોવિડન્ટ ફંડ ટ્રાન્સફર કરવાની સુવિધા મેળવે જ છે તે ધોરણે ગ્રેચ્યુટી ટ્રાન્સફર કરવાનો પણ વિકલ્પ ઉપલબ્ધ થશે આ મામલે ઉદ્યોગજુથ તથા કર્મચારી યુનિયનો વચ્ચે સહમતી બની ગઈ છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, હવે પ્રોવિડન્ટ ફંડની જેમ જ નોકરીયાત લોકોને પણ ગ્રેચ્યુએટી ટ્રાન્સફરનો વિકલ્પ મળશે. ગ્રેચ્યુટી પોર્ટેબિલિટી પર ઉદ્યોગ અને કર્મચારી યુનિયનોમાં સહમતિ બન્યા બાદ નોકરી બદલવા પર ગ્રેચ્યુઇટી ટ્રાન્સફરની વ્યવસ્થા લાગુ થઇ જશે. આ સાથે પીએફની જેમ જ દર મહિને ગ્રેચ્યુઇટી ફાળો આપવાની સહમતિ પણ બની ગઇ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શ્રમ મંત્રાલય-યુનિયન-ઉદ્યોગની બેઠકમાં આ સહમતિ બની છે. ગ્રેચ્યુટીને સીટીસીનો આવશ્યક ભાગ બનાવવાનો પણ પ્રસ્તાવ છે. આ જોગવાઈને સામાજિક સુરક્ષા સંહિતાના નિયમમાં શામેલ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે તેની પર અંતિમ સૂચના એપ્રિલ 2021 માં શક્ય છે.
કેન્દ્ર સરકાર, કર્મચારી યુનિયન તથા ઉદ્યોગજગત વચ્ચે સહમતી થવા સાથે સરકાર હવે ગ્રેચ્યુટી માળખામાં બદલાવ કરશે અને તેને સોશ્યલ સિકયોરીટી કોડમાં સામેલ કરાશે. આવતા મહિને નોટીફીકેશન જાહેર થશે. સુત્રોએ કહ્યું કે શ્રમ મંત્રાલયનાં વડપણ હેઠળ યોજાયેલી બેઠકમાં ગ્રેચ્યુટી ટ્રાન્સફર માટે સહમતી બની હતી. પરંતુ 15 ને બદલે 30 દિવસની ગ્રેચ્યુટી આપવા સમાધાન શકય બન્યુ ન હતું. જણાવી દઈએ કે કોઈ પણ કંપની સતત 5 વર્ષ સુધી કામ કરનાર કર્મચારીને સેલરી પેંશન અને પ્રોવિડંડ ફંડ ઉપરાંત જે પૈસા મળે છે તેને ગ્રેજ્યુટી કહે છે. તેનો એક નાનો હિસ્સો કર્મચારીની સેલરીમાંથી કાપવામાં આવે છે. તો, ગ્રેજ્યુટીનો મોટો હિસ્સો કંપની પોતાના તરફથી આપવામાં આવે છે. આ કંપની માટે એક લોન્ગ ટર્મ બેનિફિટ હોય છે.