નવી દિલ્હીઃ દેશમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ પૈકી એક આધાર કાર્ડમાં હવે બદલાવ થવાનો છે. હવે આધારા કાર્ડમાં જો તમે અપડેટ કરાવશો તો તેમાં પિતા કે પતિની સાથે કાર્ડમાં સંબંધનો ઉલ્લેખ નહીં કરવામાં આવે. આધાર કાર્ડમાં હવે પિતા કે પતિના સ્થાને કેયર ઓફ લખાશે.


તાજેતરમાં એક એપ્લીકંટે પોતાનું એડ્રેસ ચેન્જ કરાવ્યું અને પોતાના ફેમિલીનુ આધાર કાર્ડ અપડેટ કરાવ્યું હતું. જેમાં પિતાના સંબંધના બદલે કેયર ઓફ લખેલું આવ્યું હતું. જેને લાગ્યું કે ભૂલ હશે પરંતુ બાદમાં આધાર સેંટર પર જઈને આ અંગે જાણ્યું ત્યારે સાચું હોવાનું ખબર પડી હતી.


આપવામાં આવી શકે છે કોઈપણ નામ


આધાર અપડેટ માટે ઓથોરાઇઝ્ડ સીએસીના મેનેજિંગ ડાયરેક્ટર દિનેશ ત્યાગી મુજબ હવે આધાર કાર્ડમાં પિતા, પુત્ર, પત્નીના સ્થાને કેયર ઓફ લખાઈને આવી રહ્યું છે. એપ્લીકેંટ કેયર ઓફમાં કોઈનું પણ નામ આપી શકે છે. માત્ર નામ અને એડ્રેસ આપીને આધાર કાર્ડ અપડેટ કરાવી શકાય છે. તેમની દલીલ છે કે આધાર કાર્ડથી સંબંધ નક્કી થઈ શકતો નથી.


આ કારણે થયો બદલાવ


UIDAIના એક સીનિયર ઓફિસર મુજબ વર્ષ 2018માં આધાર કાર્ડને લઈ સુપ્રીમ કોર્ટે એક ફેંસલો આપ્યો હતો. જેમાં લોકોની પ્રાઇવેસીની વાત કહેવામાં આવી હતી. હવે આ ફેંસલાના આધારે આધાર કાર્ડમાં એપ્લીકેંટ્સના સંબંધની ઓળખ જાહેર નથી કરવામાં આવી રહી. આ બદલાવ ક્યારથી લાગુ કર્યો તેને લઈ UIDAI એ કોઈ જાણકારી આપી નથી.


આ પણ વાંચોઃ વિશ્વની સૌથી મોટી સામુહિક આત્મહત્યાઃ અંધશ્રદ્ધાના ચક્કરમાં ફસાઈને 900 લોકો કરી હતી આત્મહત્યા, કહાની વાંચીને રૂંવાડા ઉભા થઈ જશે


પોર્ન સાઇટ શોધી રહ્યું છે તાલિબાન, બનાવી રહ્યું છે સેક્સ વર્કર્સનું લિસ્ટ


Gujarat Monsoon: રાજ્યના આ 5 તાલુકામાં નથી પડ્યો પાંચ ઈચ વરસાદ, જાણો કઈ કઈ તારીખે ભારેથી અતિભારે વરસાદની છે આગાહી?