ઓકાયા ગ્રુપના ઇલેક્ટ્રિક વ્હીલર ડિવિઝન ઓકાયા EV એ ભારતમાં બે નવા ઇલેક્ટ્રિક સ્કૂટર Okaya Freedum LA2 અને Freedum LI2 લોન્ચ કર્યા છે. ભારતમાં લોન્ચ થયેલા બંને નવા ઇલેક્ટ્રિક સ્કૂટર આકર્ષક ડિઝાઇન અને મજબૂત પાવર અને રેન્જથી સજ્જ છે. આ બંને કંપનીનાં પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર નથી. ઓકાયા EV પાસે પહેલાથી જ તેના પોર્ટફોલિયોમાં થોડા ઇલેક્ટ્રિક સ્કૂટર છે, જે આ વર્ષે જુલાઈમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. નવું ફ્રીડમ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર મહત્તમ 80 કિલોમીટરની રેન્જ આપવા સક્ષમ છે અને ડિજિટલ ડિસ્પ્લે, એલઇડી હેડલેમ્પ્સ, એલઇડી ડીઆરએલ અને રિમોટ લોક/અનલોક જેવી અદ્યતન સુવિધાઓ પણ મળે છે.


Freedum LA2, Freedum LI2ની ભારતમાં કિંમત


ઓકાયા ફ્રીડમ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 69,999 રૂપિયાથી શરૂ થાય છે. ઓકાયા ફ્રીડમ શ્રેણીના આ સ્કૂટર સફેદ, કાળા, લાલ વાદળી, ડીપ યલો, ગ્રે, ગ્રીન સહિત કુલ 12 કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યા છે. શ્રેણીમાં બંને નવા ઇલેક્ટ્રિક VRLA લીડ એસિડ બેટરી અને લિથિયમ આયન ફોસ્ફેટ બેટરી સાથે 4 વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે. જોકે, તમામના ભાવો હજુ જાહેર કરવામાં આવ્યા નથી. કંપનીનો દાવો છે કે આ સ્કૂટર સંપૂર્ણપણે મેડ ઇન ઇન્ડિયા સ્કૂટર છે.


Freedum LA2, Freedum LI2 સ્પેસિફિકેન્શ, ફીચર્સ


ઓકાયા ફ્રીડમ LA2 અને LI2 ઇલેક્ટ્રિક સ્કૂટર બંનેને 250W પાવર ઇલેક્ટ્રિક મોટર મળે છે. જો કે, બેટરી ક્ષમતાની દ્રષ્ટિએ તેમની વચ્ચે થોડો તફાવત છે. જ્યાં એક તરફ LI2 માં 48V 30Ah ક્ષમતાની બેટરી પેક ઉપલબ્ધ છે. બીજી બાજુ LA2 માં 48V 28Ah VLRA (C20) બેટરી પેક શામેલ છે. કંપનીનો દાવો છે કે Ll2 એક જ ચાર્જ પર 70 80 કિમી સુધી ચાલી શકે છે. તે જ સમયે એલએ2 ની રેન્જ 50 60 કિમી હશે.


બંને ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરી ઘરે બેસીને ચાર્જ કરી શકાય છે. સામાન્ય ચાર્જર સાથે LI2 બેટરી પેકને સંપૂર્ણપણે ચાર્જ કરવામાં 4 5 કલાક અને LA2 બેટરી પેકને સંપૂર્ણ ચાર્જ કરવામાં 8 10 કલાક લાગશે. ટોપ સ્પીડની વાત કરીએ તો બંને સ્કૂટર સરખા છે. બંનેની ટોપ સ્પીડ 25 Kmph છે. બંને ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ડિજિટલ ડિસ્પ્લે, LED હેડલેમ્પ્સ, LED DRLs અને રિમોટ લોક/અનલોક જેવી અદ્યતન સુવિધાઓ મળે છે. આ સિવાય, બંને ઇલેક્ટ્રિક સ્કૂટર ફ્રન્ટ ડિસ્ક બ્રેક અને રિયર ડ્રમ બ્રેક સાથે આવે છે.


ભારતમાં હાલમાં ઇલેક્ટ્રિક સ્કૂટરનો ઘણો ક્રેઝ છે. ઓકાયાના આ ઇલેક્ટ્રિક સ્કૂટર તાજેતરમાં લોન્ચ થયેલા ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર સિવાય બજાજ ચેતક અને હીરો ઇલેક્ટ્રિકના સ્કૂટર સાથે સ્પર્ધા કરશે.