પાર્લે એગ્રો ઉચ્ચ ગુણવત્તાવાળા અને પ્રિમીયમ રેન્જની ફ્લેવર્ડ મિલ્ક પ્રોડક્ટ્સ SMOODH સાથે પોતાના ડેરી સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. કંપનીની વિચારધારાના મૂળમાં પહેલેથી હલચલ મચાવવાની વૃત્તિ હોવાથી, SMOODHવૈશ્વિક બજારમાં એકમાત્ર ફ્લેવર્ડ મિલ્ક બેવરેજ બન્યુ છે જે 85 ml ટેટ્રા પેકના કાર્ટન્સમાં ઉપલબ્ધ બનશે અને તેની કિંમત માત્ર રૂ. 10 હશે. આ ઓફરિંગ સાથે પાર્લે એગ્રો ભારતમાં ફ્લેવર્ડ મિલ્ક માર્કેટ જે હાલમાં રૂ. 800 કરોડનું ટર્નઓવર ધરાવે છે તે આગામી ચાર વર્ષોમાં રૂ. 5000 કરોડના ટ્ર્નઓવર સુધી વિકસશે તેવો લક્ષ્યાંક ધારે છે.


SMOODHએ સિલ્કી, સંપૂર્ણ અને સ્વાદિષ્ટ ફ્લેવર્ડ મિલ્ક બેવરેજ છે જે સાર્વત્રિત રીતે લોકપ્રિય બે ઉપભોક્તા પસંદગીઓ, ચોકલેટ અને ટોફી કેરામેલમાં ઉપલબ્ધ છે. સૌથી શ્રેષ્ઠ ઇનગ્રેડીયન્ટ અને દૂધના સારાપણાનું મિશ્રણ કરીને સર્જવામાં આવેલ આ પીણું દરેક વય જૂથના ઉપભોક્તાઓનું નવું લોકપ્રિય બની રહેશે.


SMOODHના લોન્ચ પર ટિપ્પણી કરતા પાર્લે એગ્રોના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર અને સીએમઓ નાદીયા ચૌહાણે જણાવ્યું હતુ કે, “આરએન્ડડી સમર્પિત વર્ષો આ અતુલ્ય પ્રોડક્ટના વિક્સમાં પરિણમ્યા છે. પાર્લે એગ્રોની દરેક પ્રોડક્ટની જેમ જ, ઉપભોક્તાઓના અનુભવ માટે માર્કેટમાં આખરે લોન્ચ કરતા મને ભારે ખુશી અને આનંદ છે. સંશોધન આધારિત ભારતની અનેક અગ્રણી બેવરેજ કંપનીઓમાંની એક આ કંપનીએ ભારતીય ઉપભોક્તાઓ માટે ઉચ્ચ ગુણવત્તાવાળી અને સ્વાદમાં સુંદર હોય તેવી પ્રોડક્ટ્સ શ્રેષ્ઠ મૂલ્ય સાથે લાવવાના સભાનતાપૂર્વકના પ્રયત્નો કર્યો છે. SMOODHઆ સ્વપ્ન સાથે સંકળાયેલું છે.”


 સંશોધિત SMOODH બેવરેજ ઉદ્યોગમાં જે અસર લાવશે તે વિશે વધુ સમજાવતા ચૌહાણે ઉમેર્યું હતુ કે, “SMOODHએ એવી પ્રોડક્ટ છે જેને દરેક દ્રષ્ટિએ જેમ કે – પ્રોડક્ટ, ગુણવત્તા, કિંમત અને પેક સાઇઝની ટેકનોલોજીકલ આશ્ચર્ય ગણી શકાય. તે ઉપભોગની પુષ્કળ તકો જે પ્રદાન કરે છે તેની સાથે અમે ફક્ત બેવરેજ ઉદ્યોગમાં જ નહી પરંતુ રૂ. 10 કરોડનું ટર્નઓવર ધરાવતી ચોકલેટ કેટેગરીમાં તેમજ હાલના રૂ. 4,300 કરોડનું ટ્રનઓવર ધરાવતા ઉદ્યોગમાં પણ નોંધપાત્ર વળાંક લાવવાની વિચારીએ છીએ.”


SMOODH ફ્લેવર્ડ મિલ્ક કેટેગરીમાં એકમાત્ર બ્રાન્ડ છે જેનું નોંધપાત્ર મૂલ્ય રૂ. 10/- છે. આ બાબત પાર્લે એગ્રોને કિંમતના અવરોધો તોડવાની તક આપે છે આ એવું પરિબળ છે જેણે ભારતમાં ફ્લેવર્ડ મિલ્ક કેટેગરીના વિકાસને રુંધ્યો છે. કિંમત અને પેક સાઇઝ પાર્લે એગ્રોને SMOODH માટે ઊંચો પ્રવેશ અને વિતરણમાં સહાય કરે છે. SMOODHજે ઉપભોક્તાઓ ઝડપી ઉર્જા વધારો અથવા ઝડપી સ્વીટ ફિક્સ મેળવવાની ઇચ્છા રાખતા હોય તેવા ઉપભોક્તાઓની જરૂરિયાતોને રૂ. 10ની ચોકલેટના એક બાઇટની જેમ જ સંતોષે છે. આમ, ચોકલેટ મિલ્ક બેવરેજ SMOODHની વિશિષ્ટ અને ક્રાંતિકારી પેક સાઇઝ અને કિંમત ફક્ત ફ્લેવર્ડ મિલ્ક કેટેગરી જ નહી પરંતુ રૂ. 10ની ચોકલેટ કેટેગરીમાં પણ ચોક્કસપણે અસર કરશે.


તેના સોફ્ટ લોન્ચીંગથી SMOODHમાં ગ્રામિણ અને શહેરી બજારોમાં સમાન ઉપાડ જોવા મળ્યો છે, આ એવી અસાધારણ ઘટના છે જે ગ્રામિણ માર્કેટમાં એસેપ્ટીક કાર્ટન્સમાં અસ્તિત્વ નહી ધરાવતા હોવાથી પ્રવર્તમાન બ્રાન્ડેડ ફ્લેવર્ડ મિલ્ક બ્રાન્ડઝમાં અગાઉ ક્યારેય જોવામાં આવી નથી. કિંમત અને પેક સાઇઝના આ સિદ્ધિના મિશ્રણ સાથેપાર્લે એગ્રોએ વિચક્ષણતાથી ફ્લેવર્ડ મિલ્કના મોટેભાગે 80-90% ગ્રામિણ માર્કેટને સક્રિય કર્યુ છે, જે આજ દિન સુધી SMOODHના લોન્ચ પહેલા સક્રિય થયુ ન હતું.