PAK vs BAN: પાકિસ્તાનની ટીમ હાલ બાંગ્લાદેશ પ્રવાસે છે. મેદાન પર પાકિસ્તાની ઝંડો લઇને પ્રેક્ટિસ કરવાનો વિવાદ હજુ શાંત પડ્યો છે ત્યાં જ બીજો એક વિવાદ થયો છે. શનિવારે બંને ટીમો વચ્ચે રમાયેલી એક ટી-20 મેચમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલરે છૂટ્ટો બોલ મારતાં બાંગ્લાદેશી ખેલાડી પડી ગયો હતો. જે બાદ આઈસીસીએ તેને દંડ કર્યો હતો.
શું બની હતી ઘટના
ટી-20 વર્લ્ડકપમાં ભારતના ધૂરંધરોને આઉટ કરનારા પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીની બોલિંગ વખતે બાંગ્લાદેશી બેટ્સમેન અફીક હુસેને સિક્સ મારી હતી. જે પછીનો આફ્રિદીનો બોલ તે સીધો રમ્યો હતો અને બોલ આફ્રિદી પાસે ગયો હતો. જે બાદ તેણે બોલ ઉઠાવીને અફીક સામે ફેંક્યો હતો. જેને લઈ તે ભોંય ભેગો થઈ ગયો હતો. ઘટના બાદ પાકિસ્તાની ટીમના ખેલાડી અફિક પાસે ગયા હતા અને આફ્રિદીએ પણ માફી માગી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આઈસીસીએ શું કરી સજા
આ ઘટનાની આઈસીસીએ પણ ગંભીર નોંધ લીધી હતી. આઈસીસીએ આફ્રિદીને મેચ ફીનો 15 ટકા દંડ કર્યો હતો. છેલ્લા 24 મહિનામાં શાહીનનો આ પ્રથમ ગુનો હોવાથી તેના પર આઈસીએ કોઈ પ્રતિબંધ લગાવ્યો નથી.
આ પણ વાંચોઃ IND vs NZ: ભારતના ક્યા ફાસ્ટ બોલરે 95 મીટર લાંબી સિક્સ ફટકારતાં રોહિત શર્માએ કરી સેલ્યુટ ? હર્ષલની પણ તોફાની બેટિંગ