દેશની જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. દૂધ, જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓની સાથે આજે ફરી પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટરે 34 પૈસાનો વધારો થયો છે. જો કે રાહતની વાત એ છે કે આજે ડિઝલની કિંમતમાં કોઈ ભાવ વધારો કરાયો નથી.
આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 96.06 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.08 રૂપિયા પર પહોંચી ગઈ છે.
ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 96.25 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.28 રૂપિયા પર પહોંચી ગઈ છે.
રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 95.83 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 95.88 રૂપિયા પર પહોંચી ગઈ છે.
વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 95.72 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 95.75 રૂપિયા પર પહોંચી ગઈ છે.
જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 95.98 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.01 રૂપિયા પર પહોંચી ગઈ છે.
જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 96.66 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.70 રૂપિયા પર પહોંચી ગઈ છે.
સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 96.07 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.12 રૂપિયા પર પહોંચી ગઈ છે.
ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.63 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 97.65 રૂપિયા પર પહોંચી ગઈ છે.
કેટલું મોઘું થયું પેટ્રોલ અને ડીઝલ ?
1 મેના રોજ 90.40 રૂપિયા પ્રતિ લિટરની કિંમતથી શરૂ થઈને હવે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 98.81 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જે વિતેલા 60 દિવસમાં 8.41 રૂપિયા પ્રતિ લિટર વધી છે. તેવી જ રીતે દિલ્હીમાં ડીઝળની કિંમત પણ વિતેલા બે મહિનામાં 8.45 રૂપિયા પ્રતિ લિટર વધીને 89.18 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.
ક્રૂડ ઓઈલની કિંમત 2018થી ઓછી, તેમ છતાં પેટ્રોલિ ડીઝલ મોંઘા
ભારતમાં પેટ્રોલ ડીઝલની કિંમત હાલ પોતાની ઉચ્ચ સપાટીએ ચાલી રહી છે જ્યારે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત સ્થિર છે. વૈશ્વિક સ્તર પર જોઈએ તો ક્રૂડ ઓઈલની કિંમત 75 ડોલર પ્રતિ બેરલ આસપાસ છે. ઓક્ટોબર 2018માં તે 80 ડોલર પ્તિ બેરલથી વધારે હતી પરુંત સમગ્ર દેશમાં પેટ્રોલની કિંમત 80 રૂપિયા પ્રતિ લિટર આસપાસ હતી.