સરકારી ઓઈલ કંપનીઓએ આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આજે પેટ્રોલની કિંમત 22થી 25 પૈસા વધી છે તો ડીઝલની કિંમતમાં 24થી 27 પૈસાનો વધારો થયો છે.
મધ્ય પ્રદેશના ભોપાલમાં તો પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર કરી ગયો છે. ભોપાલમાં આજે પેટ્રોલમાં થયેલ ભાવ વધારા બાદ પેટ્રોલનો ભાવ 100.08 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. જ્યારે પ્રીમિયમ પેટ્રોલનો ભાવ 103.62 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે.
જોવામાં આવે તો કેટલાક રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પૂરી થયા બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમત (Petrol Diesel Price) સતત વધી રહી છે. બુધવારે દિલ્હીમાં પેટ્રોલ 92.05 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગુયં છે જ્યારે ડીઝલ 82.61 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયું છે.
વિતેલા બે મહિનાથી દેશના અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી હતી. માટે વિતેલા મહિને ક્રૂડ ઓઈલમાં વૈશ્વિક સ્તેર ભાવ વધવાં છતાં પેટ્રોલ અને ડીઝલના (Petrol Diesel Price) ભાવમાં કોઈ વધારો થયો ન હતો. જોકે વચ્ચે ક્રૂડ ઓઈલ સસ્તું થયા બાદ ચાર ભાગમાં પેટ્રોલ ડીઝલની કિંમત ઘટી હતી. ત્યારે પેટ્રોલ 77 પૈસા પ્રતિ લિટર સસ્તું થયું હતું. હવે તેની કિંમતમાં વધવાની શરૂ થઈ છે. ચૂંટમી બાદ સાત દિવસમાં જ પેટ્રોલ 1.68 પૈસા પ્રતિ લિટર મોંઘું થઈ ગયું છે.
આવો જાણીએ દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ કેટલા છે
શહેરનું નામ |
પેટ્રોલ રૂપિયા/લિટર |
ડીઝલ રૂપિયા/લિટર |
દિલ્હી |
92.05 |
82.61 |
મુંબઈ |
98.36 |
89.75 |
ચેન્નઈ |
98.84 |
87.49 |
કોલકાતા |
92.16 |
85.45 |
ભોપાલ |
100.08 |
90.95 |
રાંચી |
89.17 |
87.26 |
બેંગલુરુ |
95.11 |
87.57 |
પટના |
94.28 |
87.84 |
ચંદીગઢ |
88.55 |
82.28 |
લખનઉ |
89.96 |
82.99 |
દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે
પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.
પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.