દિવાળીના તહેવારોમાં જ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત ભાવ વધારાથી જનતાને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. પેટ્રોલમાં આજે પ્રતિ લિટરે 35 પૈસાનો, જ્યારે ડીઝલમાં આજે પ્રતિ લિટરે 35 રૂપિયાનો ભાવ વધારો થયો છે. આમ એક મહિનામાં પેટ્રોલમાં અત્યાર સુધીમાં 7 રૂપિયાથી વધુ, જ્યારે ડીઝલમાં એક મહિનામાં આશરે 8 રૂપિયાનો ભાવ વધારો નોંધાયો છે.
દેસમાં સતત પાંચમા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ 109.34 રૂપિયા અને ડીઝલનો ભાવ 98.07 રૂપિયા પર પહોંચ્યો છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. અહીં પેટ્રોલનો ભાવ 109.79 રૂપિયા અને ડીઝલની કિંમત 101.19 રૂપિયા થઈ છે. મુંબઈમાં પેટ્રોલ 11.15 રૂપિયા અને જીધળ 106.23 પર પહોંચ્યું છે.
એમપીના બાલાઘાટમાં પેટ્રોલ 120ને પાર
છત્તીસગઢ અને મહારાષ્ટ્રની બોર્ડર પર આલા મધ્યપ્રદેશના અંતિમ જિલ્લા બાલાઘાટમાં પટ્રોલની કિંમતે નવો રેકોર્ડ બનાવ્યો છે. અહીંયા એક લીટર પેટ્રોલનો ભાવ 120.41 રૂપિયા છે, જ્યારે ડીઝલનો ભાવ 109.67 રૂપિયા છે.