વાત કરીએ દિલ્હીની તો દિલ્હીમાં 20 નવેમ્બરથી અત્યાર સુધીમાં પેટ્રોલ 1.6 રૂપિયા મોંઘુ થયું છે. જ્યારે ડીઝલની કિંમતમાં પણ વધારો થયો છે. ડીઝલ 2.38 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થયું છે. જણાવીએ કે, જુલાઈ અને ઓગસ્ટમાં પણ પેટ્રોલ અને ડીઝળની કિંતમાં ભારે વધારો થયો હતો. ડોમેસ્ટિક માર્કેટમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થવાથી મોંઘવારી વધવાની શક્યતા છે.
મોટા શહેરોમાં પણ વધ્યા પેટ્રોલ ડીઝલના ભાવतें
મોટા શહેરની વાત કરીએ તો દિલ્હીમાં 3 ડિેસમ્બરથી પેટ્રોલની કિંમત 82.49 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 82.66 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. કુલ 17 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. સાથે જ ડીઝલની કિંમત 72.65 રૂપિયા પ્રતિ લિટર વધીને 72.84 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી છે. ડીઝલની કિંમતમાં 19 પૈસાનો વધારો થયો છે. મુંબઈમાં પમ પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો થયો છે. મુંબઈમાં પેટ્રોલ 89.33 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલ 79.42 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયું છે.
અન્ય મોટા શહેર પર એક નજર
ચેન્નઈની વાત કરીએ તો ત્યાં પેટ્રોલની કિંમત 85.59 રૂીપિયા પ્રતિ લિટર અને ડીઝળની કિંમત 18 પૈસા વધીને 78.24 રૂપિયા પ્રતિ લિટર થઈ ગી છે. ઉપરાંત બેંગલુરુમાં પેટ્રોલની કિંમત 85.42 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 77.22 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઈ છે.