Petrol Diesel Price to Decline: આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. કારણ કે કાચા તેલની કિંમતમાં મોટો ઘટાડો થઈ શકે છે. કેંદ્ર સરકારે પોતાના ઈન્સરજેન્સી સ્ટ્રેટેજિક રિઝર્વમાંથી 5 મિલિયન બેરલ કાચુ તેલ માર્કેટમાં વહેંચવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયથી કાચા તેલની કિંમતમાં ઘટાડો થવાની આશા છે. 


38 મિલિયન બેરલ કાચુ તેલનું છે  Strategic Reserve 



સૂત્રો મુજબ ભારત પાસે 38 મિલિયન બેરલ કાચા તેલનું રિઝર્વ છે જે દેશના પૂર્વ અને પશ્ચિમ કોસ્ટલ એરિયામાં ગ્રાઉન્ડ સ્ટોર કરી રાખવામાં આવ્યું છે. જેમાંથી 5 મિલિયન બેરલ તેલ આગામી 7 થી 10 દિવસ અંદર બજારમાં ઉતારવામાં આવશે. આ પહેલા અમેરિકા અને કેટલાક દેશોએ પણ ઉત્પાદન તેલની મોટી કિંમતની ધ્યાનમાં રાખી રીઝર્વથી કાચા તેલને બજાર વેચવાનો નિર્ણય લીધો છે. આ દેશોના આ નિર્ણય પછી ઉત્પાદન તેલની વધતી કિંમત પર લગામ પણ લાગી છે.


 


મીડિયા રિપોર્ટ અનુસાર,  આ વિશે ઔપચારિક જાહેરાત જલદી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, સાત-દસ દિવસમાં તેલ કાઢવાની આ પ્રક્રિયા શરૂ થઈ જશે. જરૂર પડવા પર ભારત પોતાના ઇમજરન્સી સ્ટોકમાંથી વધુ કાચુ તેલ કાઢવાનો નિર્ણય કરી શકે છે.  ભારતે કાચા તેલની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ભારે તેજી વચ્ચે આ નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે વ્યૂહાત્મક તેલ ભંડાર ભારતના પશ્ચિમી અને પૂર્વી બંને કિનારા પર સ્થિત છે. તેમની સંયુક્ત સંગ્રહ ક્ષમતા લગભગ 38 મિલિયન બેરલ છે.



પાઈપલાઈનના માધ્યમથી થશે સપ્લાઈ


કેન્દ્ર સરકાર પોતાના  Strategic Reserve માં સ્ટોર કરી રાખવામાં આવેલુ આ કાચુ તેલ મેંગલોર રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સ અને હિદુસ્તાન પેટ્રોલિયમ  કોર્પોરેશનને વેચશે જેની રિફાઇનરી ઇન રિઝર્વથી પાઈપલાઈન સાથે જોડાયેલી છે. 


 


સરકાર દ્વારા સંકેત આપવામાં આવે છે કે જરુર પડવા પર સરકાર આ સ્ટ્રેટેજિક રિઝર્વથી કાચુ તેલ બજારમાં વેચી શકે છે, જેનાથી સામાન્ય લોકોને મોંઘવારીના મારથી રાહત આપી શકાય. તાજેતરમાં કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. પેટ્રોલ પર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાની રાહત આપવામાં આવી છે. આ પછી દેશના મોટાભાગના રાજ્યોએ વેટમાં ઘટાડો કરીને ગ્રાહકોને મામૂલી રાહત આપી છે. જો કે પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને ગ્રાહકો હજુ પણ પરેશાન છે.