Petrol Price: સતત નવમા દિવસે વધ્યો ભાવ, આ શહેરમાં પેટ્રોલના ભાવે ફટકારી સદી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Feb 2021 07:58 AM (IST)
પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ નવા રેકોર્ડ સ્તરને સ્પર્શે છે. દેશમાં છેલ્લા આઠ દિવસમાં પેટ્રોલના ભાવમાં રૂ. ૨.૩૬ અને ડીઝલના ભાવમાં રૂ. ૨.૯૧નો વધારો થયો છે.
નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત નવમા દિવસે વધારો થયો છે. પાટનગર દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 25 પૈસાનો વધારો થયો છે. જે બાદ હવે દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 89.54 રૂપિયા અને એક લિટર ડીઝલની કિંમત 79.95 રૂપિયા પર પહોંચી ગઈ છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં સામાન્ય પેટ્રોલ 100 લિટર પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 96 રૂપિયા પર પહોંચી ગયો છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 96.00 રૂપિયા અને ડીઝલની કિંમત 86.97 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. અન્ય શહેરોમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતો દરરોજ નવા રેકોર્ડ સ્તરોને સ્પર્શે છે. મુંબઇ - પેટ્રોલ 96 રૂપિયા, ડીઝલ 86.97 રૂપિયા પ્રતિ લિટર બેંગલુરુ - પેટ્રોલ 92.48 રૂપિયા, ડીઝલ 84.72 રૂપિયા પ્રતિ લિટર ચેન્નાઇ - પેટ્રોલ રૂ. 91.73, ડીઝલ 85.05 રૂપિયા પ્રતિ લિટર કોલકાતા - પેટ્રોલ 90.79 રૂપિયા, ડીઝલ રૂ .83.54 પ્રતિ લિટર દેશમાં છેલ્લા આઠ દિવસમાં પેટ્રોલના ભાવમાં રૂ. ૨.૩૬ અને ડીઝલના ભાવમાં રૂ. ૨.૯૧નો વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધવાના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. બેંચમાર્ક ક્રૂડ 63 બેરલને પાર થઈ ગયું છે. દેશના અનેક શહેરોમાં પ્રીમિયમ પેટ્રોલ રૂ. ૧૦૦ના આંકને વટાવી ગયું છે. રાજસ્થાનમાં પેટ્રોલિયમ ઉત્પાદનો પર વેટ સૌથી વધુ છે. આથી રાજસ્થાનના ગંગાનગરમાં થોડાક દિવસો પહેલાં જ પ્રીમિયમ પેટ્રોલ રૂ. ૧૦૦ને પાર થઈ ગયું હતું. ગત મહિનાના અંતમાં રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેટ પ્રતિ લીટર બે રૂપિયાનો ઘટાડો કર્યો હતો. રાશિફળ 17 ફેબ્રુઆરીઃ આજે ગ્રહોની ચાલ તમામ રાશિને કરશે પ્રભાવિત, જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ