દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત આઠમાં દિવસે વધારો જોવા મળ્યો છે. પેટ્રોલની કિંમતમાં 62 પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં 64 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. ભાવમાં વધારો થયા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 75.78 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે જ્યારે ડીઝલની કિંમત 74.03 રૂપિયા થઈ ગઈ છે.
કોલકત્તામાં પેટ્રોલ 77.64 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યો છે જ્યારે ડીઝલની કિંમત 69.80 રૂપિયા પ્રતિ લીટર છે. આ ઉપરાંત ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 79.53 રૂપિયાના સ્તર પર છે જ્યારે ડિઝલ 72.18 પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
ડીઝલ અને પેટ્રોલની કિંમત અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ હોય છે. કારણ કે રાજ્ય આની પર અલગ-અલગ વેટ લગાવે છે. જ્યારે વધારે વેટ લાગે છે ત્યાં ડીઝલ અને પેટ્રોલની કિંમતો પણ વધારે હોય છે.
છેલ્લા 8 દિવસથી સતત ડીઝલ અને પેટ્રોલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન પેટ્રોલ 4.52 રૂપિયા મોંઘું થયું છે જ્યારે ડીઝલ 4.64 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું છે.
પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.
સતત આઠમાં દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કરાયો વધારો, જાણો કેટલાનો કરાયો વધારો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Jun 2020 10:44 AM (IST)
દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત આઠમાં દિવસે વધારો જોવા મળ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -