પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પર લોન લેવા માટે D ફોર્મ ભરવા પડે છે. ફોર્મમાં અકાઉન્ટ નંબર અને લોનની રકમ ભરવાની હોય છે. તેના પર ખાતાધારકના હસ્તાક્ષર  હોય છે. લોનની સાથે પાસબુક લગાવીને બેન્કમાં જમા કરવાની હોય છે.

Continues below advertisement

  પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(PPF) ટેક્સ બચાવવા માટે સૌથી ઉત્તમ સ્કિમ મનાય છે. લોન્ગ ટર્મમાં જો પીપીએફમાં પૈસા જમા કરીએ તો  વ્યાજ અને મેચ્યોરિટીની રકમ પર ટેક્સની છૂટ મળે છે. આ છૂટ ઇન્કમટેક્સની એક્ટ ધારા 80C  હેઠળ મળે છે. તદપરાંત પીપીએફ અકાઉન્ટ પર જમાકર્તા ઇચ્છે તો લોન પણ લઇ શકે છે. ખાતામાં કેટલી રકમ જમા કરાઇ છે. તેના આધારે લોનની રકમ નક્કી થાય છે.

કેટલી રકમની લોન મળી શકે?

Continues below advertisement

લોનની રકમ PPF ખાતામાં જમા થયેલી રકમ પર આધાર રાખે છે. નિયમો અનુસાર, પીપીએફ ખાતામાં જમા થયેલી રકમમાંથી 25% લોન તરીકે મેળવી શકાય છે. PPF ખાતું ખોલ્યાના બીજા વર્ષના અંતે થાપણની રકમ જોવા મળે છે. જો ખાતાધારક 2022-23માં PPF લોન માટે અરજી કરે છે, તો માર્ચ 2021 માં તે ખાતામાથી 25% નાણાં લોન તરીકે આપવામાં આવશે. આ લોનની મહત્તમ મર્યાદા હશે.

PPF પર સરળતાથી લોન લઇ શકાય છે. પીપીએફનું ખાતા ખુલ્યાના 3થી6 વર્ષની અંદર લોન લઇ શકાય છે. આ લોન પર એટલું જ વ્યાજ લાગશે જેટલુ પીપીએફના ખાતા પર જમાકર્તાને વ્યાજ મળે છે. હાલ આ રેટ 7.10 ટકા ચાલી રહ્યું છે. પીપીએફ પર લોન એ લોકો માટે યોગ્ય મનાય છે, જે આ પૈસાથી પર્સનલ લોનનો થોડો હિસ્સો ચૂકવી દેવા માંગે છે. તેમાં વ્યાજ પર ફાયદો મળે છે. કારણ કે પર્સનલ લોનની સરખામણીમાં પીપએફનું વ્યાજ ઓછું છે.

કોણ લઇ શકે છે લોન

કોઇ પણ વ્યકિત જેનું પીપીએફ ખાતુ હોય તે ખાતુ ખુલ્યાના 3થી6 વર્ષ બાદ લોન લઇ શકે છે. આ શોર્ટ ટર્મ લોન હોય છે જે 36 મહિના માટે અપાઇ છે.આ અવધિ બાદ લોનના પૈસા ચૂકવવાના રહે છે. જો 2020-21માં  પીપીએફ  ખાતા ખોલ્યું છે તો 2020-23 બાદ લોન ઉઠાવી શકે છે.

શું છે વ્યાજ દર?

હાલ પીપીએફ ખાતા પર વાર્ષિક 1  1 ટકા વ્યાજ લાગે છે. આ વ્યાજ પીપીએફ મળતા વ્યાજથી 1ટકા વધુ જોડીને લેવામાં આવે છે. જો કે, આ દર ત્યારે જ લાગુ પડે છે જ્યારે લોન લીધાના 36 મહિનાની અંદર લોન પરત કરવામાં આવે.