નવી દિલ્હીઃ બજાજ ઓટો લિમિટેડે તેની લોકપ્રિય મોટરસાઇકલ Pulsar 150નું BS6 મૉડલ લોન્ચ કર્યુ છે. તેની સાથે જ કંપનીએ જૂના મૉડલની તુલનામાં ભાવ વધારો કરી દીધો છે. Pulsar 150ની એક્સ-શો રૂમ કિંમત 94,956 રૂપિયા છે.


કેટલી વધી કિંમત

બજાજ ઓટોએ એક નિવેદનમાં કહ્યું, બે મોડલ Pulsar 150 અને Pulsar 150 Twin Diskમાં રજૂ કરવામાં આવ્યા છે. Pulsar 150ની કિંમત 94.956 રૂપિયા અને Pulsar 150 Twin Diskની કિંમત 98,835 રૂપિયા છે. BS6 મૉડલ પહેલાના BS4 મોડલની તુલનામાં 8,998 રૂપિયા મોંઘુ થઈ ગયું છે.

કંપનીએ શું કહ્યું

બજાજ ઓટોના અધ્યક્ષ (મોટરસાઇકલ) સારંગ કણાડેએ કહ્યું, આ મૉડલોની રજૂઆત સાથે જ ઉત્પાદનોને નવા માપદંડો મુજબ અનુકુળ બનાવવાની અમારી પ્રક્રિયા ચાલુ છે.

બીએસ4ની તુલનામાં ઓછો ટોર્ક કરશે જનરેટ

બજાજ પલ્સર 150માં 149.5 cc, સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક એન્જિન આપવામાં આવ્યું છે. બીએસ6 વેરિયન્ટમાં આ એન્જિન 13.8 બીએચપીનો પાવર અને 13.25 એનએમ ટોર્ક જનરેટ કરે છે. બીએસ6 એન્જિનનો પાવર આઉટપુર બીએસ4 વર્ઝનની બરોબર છે. પરંતુ ટોર્ક થોડો ઘટાડવામાં આવ્યો છે. બીએસ 4 વર્ઝનમાં 13.40 એનએમ ટોર્ક જનરેટ થાય છે.

હાલ 3 વેરિયન્ટમાં આવે છે પલ્સર

બજાજ પલ્સર 150 ત્રણ વેરિયન્ટમાં આવે છે. જેમાં સૌથી સસ્તું વેરિયન્ટ પલ્સર 150 નિયૉન છે. બજાજ ઑટોએ હાલ નિયૉન વેરિયન્ટના બીએસ6 મોડલની જાહેરાત કરી નથી.

કેજરીવાલ મૉડલ અપનાવશે કમલનાથ સરકાર, MPમાં શરૂ થશે આ મોટી સ્કીમ, જાણો વિગતે

‘સરદાર પટેલને કબિનેટમાં નહોતા ઈચ્છતા જવાહરલાલ નેહરુ’, VP મેનનની બાયોગ્રાફીના આધારે વિદેશ મંત્રી જયશંકરનું નિવેદન

બોલિવૂડના જાણીતા ફેશન ડિઝાઇનરનું અવસાન, પ્રિયંકાએ ગ્રેમી એવોર્ડ્સમાં પહેરેલા ડ્રેસની કરી હતી ટીકા

કોરોના બાદ વધુ એક રહસ્યમય વાયરસ આવ્યો સામે, વૈજ્ઞાનિકો પણ રહી ગયા દંગ

Car loan Information:

Calculate Car Loan EMI