આરબીઆઇ એ 9 વર્ષ પછી ATMથી જોડાયેલા નિયમોમાં ફેરફાર કરવાની મંજૂરી બેન્કોને આપી દીધી છે. RBIએ બધી જ બેન્કોના ATMના ઇન્ટરચેન્જના ચાર્જ વધુ કરવા માટે મંજૂરી આપી દીધી છે. RBIએ કહ્યું છે કે ગ્રાહકો 5 વાર ATMમાંથી ફ્રીમાં ઉપાડવાની સુવિધા મેળવી શકશે. ત્યારબાદ પૈસાની લેણદેણ માટે 6 રૂપિયાનો ચાર્જ લાગશે. વધુમાં પૈસાની લેણદેણ માટે લાગતાં ચાર્જમાં હવે 15 ની જગ્યાએ 17 રૂપિયા લાગશે.


જો તમે એક મહિનાની શરૂઆતમાં નિર્ધારિત નિશુલ્ક ATM ટ્રાન્ઝેક્શન મર્યાદા કરતા વધુ ટ્રાન્ઝેક્શન કરો છો, તો તમારે અગાઉ ચૂકવવાનો ચાર્જ વધ્યો છે. અગાઉ આ ફી 20 રૂપિયા નક્કી કરવામાં આવતી હતી, જે હવે વધારીને 21 રૂપિયા કરી દેવામાં આવી છે. RBIના નવા આદેશો 1 જાન્યુઆરી, 2022 થી અમલમાં આવશે.


પરંતુ ગ્રાહકોને તેની બેન્ક તરફથી દર મહિને કેશ અને નોન-કેશ ટ્રાન્ઝેક્શન એમ કુલ મળીને 5 ફ્રી ટ્રાન્ઝેક્શન મળતા રહેશે. તેને મેટ્રો શહેરોમાં બીજી બેન્કના એટીએમથી 3 ટ્રાન્ઝેક્શન અને નોન-મેટ્રો શહેરોમાં બીજી બેન્કના એટીએમથી પાંચ ટ્રાન્ઝેક્શન હાલની જેમ ફ્રી મળતા રહેશે.


એક રિપોર્ટ અનુસાર, RBIએ 9 વર્ષ પછી ATMથી જોડાયેલા નિયમોમાં ફેરફાર કરવાની મંજૂરી બેન્કોને આપી છે. દેશભરમાં વધી રહેલ ATM ની માંગમાં વધારો થઈ રહ્યો છે સાથે જ બેન્કો દ્વારા ATMમાં વધતાં ખર્ચને પહોંચી વળવા માટે આ મંજૂરી આપવામાં આવી છે. 


આરબીઆઇએ 1 ઓગસ્ટ, 2021થી જ ઇન્ટર ચેન્જ ATM દ્વારા પૈસાની લેણદેણ માટે લાગતાં ચાર્જમાં હવે 15 ની જગ્યાએ 17 રૂપિયા ચાર્જ લેવાની પરવાનગી આપી દીધી છે. સાથે કહેવામાં આવી રહ્યું છે કે 1 જાન્યુઆરી 2022થી બેન્કોને ગ્રાહકો પાસેથી કસ્ટમર ચાર્જ રૂપે 22 રૂપિયા લેવાની પરવાનગી આપવામાં આવી છે. આ નિયમ અંતર્ગત બેન્કો દ્વારા વધુ વધુ 20 રુપિયા લેવાની પરવાનગી આપી છે.  ઇન્ટર ચેન્જ ATM ચાર્જ એટલે કે તમારી પાસે SBI બેન્કનું કાર્ડ છે અને તમે એ સિવાય બીજા કોઈ બેન્કના ATM માંથી પૈસા લો છો, ત્યારે તમે જે બીજી બેંકના ATM માંથી પૈસા ઉપાડ્યા છે તે બેન્ક એક નિશ્ચિત રકમ તમારી બેન્કને આપે છે. જેને ઇન્ટર ચેન્જ ATM ચાર્જ  કહેવાય છે.