નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કના ડિપ્ટી ગર્વનર વિરલ આચાર્યએ બેન્કોની સ્વતંત્રતાની વકીલાત કરી હતી. આચાર્યએ કહ્યું કે, સરકાર બેન્કોની સાથે 20-20 મેચ રમવાનું બંધ કરે નહીં તો તેના વિનાશકારી પરિણામો આવી શકે છે. સીબીઆઇમાં હાલમાં જ્યારે કેન્દ્ર સરકારના હસ્તક્ષેપને લઇને વિવાદ પેદા થયો છે ત્યારે બેન્કોની સ્વતંત્રતાને લઇને આચાર્યની સલાહ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બેન્કો અને મંત્રીઓ-નેતાઓના વચ્ચે સંડોવણીની ફરિયાદો આવતી રહે છે.

એડી શ્રોફ મેમોરિયલ લેક્ચરમાં આચાર્યએ કહ્યું કે, જો કેન્દ્ર સરકાર સેન્ટ્રલ બેન્કોની આઝાદીની ચિંતા નહી કરે તો તેને આર્થિક બજારોની નારાજગીનો શિકાર બનવો પડી શકે છે. મહત્વપૂર્ણ છે કે રેગ્યુલેટરી સંસ્થાઓને નજરઅંદાજ કરવાનું પરિણામ વિનાશકારી આપી શકે છે. આચાર્યએ કહ્યું કે, સેન્ટ્રલ બેન્કોને આઝાદી આપવામાં આવે તો અનેક ફાયદા છે જેમ કે તેનાથી ખર્ચ ઘટે છે, ઇન્ટરનેશનલ રોકાણ વધે છે અને બેન્ક લાંબા સમય સુધી જીવિત રહે છે. આચાર્યના મતે બેન્કોના મામલામાં નિર્ણયો ટ્વેન્ટી-ટ્વેન્ટી મેચની જેમ લેવામાં આવી રહ્યા છે.

આચાર્યએ કહ્યું કે, દેશમાં હંમેશા ચૂંટણીઓ રહે છે. ક્યારેય રાષ્ટ્રીય, ક્યારેય પ્રાદેશિક તો ક્યારે મધ્યકાલીન ચૂંટણીઓ નજીક આવતા અગાઉ કરેલા વચનો પુરા કરવામાં સરકાર ઉતાવળ કરે છે. ચૂંટણી ઢંઢેરા પોતે ડિલિવર કરી શકતા નથી એટલા માટે લલચામણી જાહેરાતોનો વિકલ્પ લાગુ કરવામાં હોડ લાગે છે. જ્યારે કેન્દ્રિય બેન્ક તેનાથી ઉલટું ટેસ્ટ મેચ રમે છે. આચાર્યના મતે સરકારના ટી-20 મેચથી વિપરિત બેન્કોનું ધ્યાન મેચ જીતવાની સાથે આગામી સેશનમાં રહેવા પર પણ ધ્યાન કેન્દ્રિત હોય છે જેથી આગામી મેચ જીતી શકાય.