રાજને જીડીપીની ગણતરી કરવાની રીત પર ફેર વિચારણા કરવા અને વિકાસદરને વાસ્તવિતાથી વધારે ગણાવવાને લઈ નરેન્દ્ર મોદી સરકારના પૂર્વ મુખ્ય અર્થશાસ્ત્રી અરવિંદ સુબ્રમણ્યનના રિસર્ચનો પણ ઉલ્લેખ કર્યો. એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, ખાનગી ક્ષેત્રના અનેક વિશ્લેષકોનો વિકાસ દર અનુમાન સરકારની ધારણાથી ઓછો છે. મારી દ્રષ્ટીએ આર્થિક મંદી નિશ્ચિત રીતે ગંભીર ચિંતાના વિષય છે. દેશનો વિકાસ દર 2018-19માં ઘટીને 6.8 ટકા થઈ ગયો છે. જે 2014-15 પછી સૌથી ઓછો વિકાસ દર છે. ચાલુ વર્ષ માટે સરકારનો વિકાસ દર અંદાજ સાત ટકાનો છે, જ્યારે ખાનગી ક્ષેત્રના અનેક વિશેષજ્ઞો અને આરબીઆઈનું અનુમાન તેનાથી ઓછું છે.
રાજને કહ્યું કે, આર્થિક તેજી માટે નવા પ્રકારના સુધારાની જરૂર છે. સુધારો કરનારાએ આ વાતની પૂરી જાણકારી હોવી જોઈએ ક તેઓ ભારતન ક્યાં જોવા માંગે છે. આપણે કેવી અર્થવ્યવસ્થા બનાવવા ઈચ્છીએ છીએ તે સરકારના ટોચના લેવલે સ્પષ્ટ હોવું જોઈએ. એક-બીજાથી પૂરી રીતે અલગ-અલગ કાર્યક્રમથી આર્થિક સુધારાની સ્પષ્ટ તસવીર બનતી નથી. આંતરરાષ્ટ્રીય બજારમાંથી ઋણ હોવાની યોજના કોઈ સુધારો નથી.
VIDEO: ઘાયલ દીપડાની તસવીર લઈ રહ્યો હતો યુવક, અચાનક મારી છલાંગને.......
અમદાવાદઃ નિકોલમાં પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી, 7 મજૂરોને બચાવાયા
‘ભારત આઝાદ થયું ત્યારે ખબર ન હતી પણ કાશ્મીર આઝાદ થયું એની અનુભૂતિ કરી’, BJPમાં સામેલ થયા બાદ ગુજરાતના જાણીતા કલાકારનું નિવેદન, જાણો વિગતે