નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર ગુસ્સો કાઢવા માટે લોકોને રોજ કંઈને કંઈક જોઈતું હોય છે. પછી ભલે રેત રાહુલ બોસના 442.50 રૂપિયામાં બે કેળાની વાત હોય કો લેખક કાર્તિકના 1700 રૂપિયામાં બે બાફેલા ઇંડાની વાત હોય. અમે તમને અહીં જણાવીએ છીએ કે, હોટલમાં કોઈપણ ખાવા પીવાની વસ્તુ આટલી મોંઘી હોવા પાછળનું કારણ શું હોય છે.


આ મામલે હવે ફેડરેશન ઓફ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા એટલે કે FHRAI એ બંને હોટલનો બચાવ કર્યો છે. સાથે જ હોટલમાં આટલી મોંઘી ખાવા પીવાની વસ્તુઓ કેમ મળે છે તેનું ગણિત પણ સમજાવ્યું છે. FHRAI કહ્યું કે હોટલ અને દુકાનમાં તફાવત છે. અમે અહીં ફળ કે શાક નથી વેચતા અમે અહીં હોટલ એકોમોડેશન અને રેસ્ટોરન્ટ સર્વિસ આપીએ છીએ. તેમણે કહ્યું કે સરકાર પણ અમારી આ સર્વિસ ઉપર અમારી પાસેથી 18 ટકા જીએસટી લે છે.



FHRAIના પ્રમુખે જણાવ્યું કે, તમે જ્યારે કોઈ દુકાનમાંથી કેળા કે ઈંડા ખરીદો છો તો તમને બજાર ભાવે મળે છે. જ્યારે એ જ વસ્તુ તમે 5 સ્ટાર હોટલમાંથી ખરીદો છો તો તમને અહીં માત્ર ફૂડ જ નથી આપતા પણ સર્વિસ પણ મળે છે. જેમ કે ક્વોલિટી ફૂડ, પ્લેટ, કટલરી, કેટલીક કોમ્પ્લિમેન્ટ્રી આઇટમ, ચોખ્ખા ફળ અને એક અદ્ભૂત માહોલ જેની પણ પોતાની એક કિંમત હોય છે. આમ તેમણે જણાવ્યું કે કેમ 5 સ્ટારની હોટલમાં કેળા અને ઇંડા આટલા મોંઘા મળે છે.