નવી દિલ્હીઃ બજેટમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવા અંગે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે મોટું નિવેદન આપ્યું છે. તેમણે મીડિયા સાથે વાત કરતાં કહ્યું પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી વધારવાના ઇન્ફ્લેશનને ટ્રાંસમિશન થવામાં સમય લાગે છે. જો કે ખૂબ ઓછી અસર પડશે. તેની સમીક્ષા ઓગસ્ટમાં મૌદ્રિક નીતિમાં કરવામાં આવશે.


શક્તિકાંત દાસે કહ્યું કે NBFCમાં લિક્વિડિટી સંકટ પર RBI અને સરકાર બંનેની નજર છે. અમે NBFCના લિક્વિડિટી સંકટને ટૂંકમાં ઉકેલીશું. સિસ્ટમમાં પર્યાપ્ત રોકડ છે. બેંકોના રિકેપિટલાઇઝેશનને લઇને તેઓએ કહ્યું કે આ એક સકારાત્મક પગલું છે અને તેનાથી ક્રેડિટ ગ્રોથમાં વધારો થશે. જે બેંકો પાસે કેપિટલની તંગી છે તેમની સાથે આરબીઆઈ ઊભું છે. આરબીઆઈને જે વધારાનો કાર્યભાર આપવામાં આવ્યો છે તેને પૂરતો ન્યાય આપવામાં આવશે. 1,2,5,10,20 રૂપિયાને સિક્કાને છાપવાનું કામ નાણા મંત્રાલય કરે છે. જે બાદ અમે બજારમાં માંગને જોઈ બહાર પાડીએ છીએ.


ઉલ્લેખનીય છે કે બજેટમાં પેટ્રોલ-ડીઝલ બંને પર 1-1 રૂપિયા સ્પેશિયલ વધુ એક્સાઇઝ ડ્યૂટી અને વધુ સેસ લગાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેનાથી પેટ્રોલ-ડીઝલમાં પ્રતિ લિટરે 2.50 રૂપિયા સુધીનો વધારો થયો હતો.


હવે આ એક્ટ્રેસે પણ બિકિની અને સ્વિમસૂટમાં પડાવી હોટ તસવીરો, જુઓ

વિરાટ કોહલીએ કોને વન ડેનો સર્વશ્રેષ્ઠ ખેલાડી ગણાવ્યો, જાણો વિગત

કેન્દ્ર સરકારે ત્રણ વર્ષમાં સિંહોના સંવર્ધન માટે કેટલા રૂપિયા ફાળવ્યા, જાણો વિગત