Rajkot : રાજકોટ શહેરમાં ડોક્ટર દંપત્તિને મારી નાખવાની ધમકી આપી 80 લાખની ખંડણી માંગનાર 5 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે  ધરપકડ કરી  છે. આ પાંચ આરોપીઓએ પહેલા ડોક્ટર દંપત્તિના પુત્રનું અપહરણ કરવાનો  ઘડ્યો હતો, જો કે અપહરણ કરવામાં આરોપીઓ સફળ થયા ન હતા. બાદમાં તેમણે ડોક્ટર દંપત્તિને મારી નાખવાની ધમકી આપી 80 લાખની ખંડણી માંગી હતી. 


બે દિવસ પૂર્વે નાગરિક બેન્ક  સહકારી સોસાયટીમાં ડોકટર દંપતીના પુત્રનો અપહરણ કરવા આવેલા અને ફોનમાં રૂ.80 લાખની ખંડણી માંગનાર 5 આરોપીને રાજકોટ ક્રાઇમમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડયા છે.


આ અંગે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી એ જણાવ્યું હતું કે નિર્મલા રોડ પર ડોક્ટરના 16 વર્ષના પુત્રને ઉઠાવી જવાનો પ્લાન કર્યો હતો આરોપીએ ડોક્ટરના ઘર પાસેથી જ કુરિયરના નામે ઇકો કારમાં  ડોક્ટરપુત્રને લઇ જવાનો પ્લાન કર્યો હતો બાદમાં તેના માતા-પિતા પાસેથી રૂ.80 લાખની ખંડણી વસુલવાનું નક્કી કર્યું હતું.  હતો જોકે આ પ્લાન નિષ્ફળ ગયો હતો. જે બાદ એક આરોપીએ ડમી સીમકાર્ડનો ઉપયોગ કરીને ડોકટરને ફોન કરી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી રૂ.80 લાખની ખંડણી માંગી હતી.  


આ બનાવની જાણ થતાં રાજકોટ પોલીસે ક્રાઈમ બ્રાન્ચ અને  લોકલ પોલીસની અલગ અલગ ટીમો બનાવી હતી. જેમાં અપહરણનું  પ્લાનિંગ કરનાર કેવલ સંચાણીયા, સંજય ઠાકોર સુરેશ ઠાકોર, ચિરાગ ઘોર, સંજય ઠાકોર નામના આરોપીની ધરપકડ કરી હતી.આ પાંચેય આરોપીની પૂછપરછમાં અરવલ્લીના જયપાલસિંહ રાઠોડ, જ્યપાલનો મિત્ર સુરેશની પણ સંડોવણી ખુલ્લી હતી. આ બે આરોપીને ઝડપવાના બાકી હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.


રાજકોટ મહાનગરપાલિકાએ 16 આવાસો સીલ કર્યા 
લોકોને ઘરનું ઘર મળી રહે એટલા માટે સરકાર દ્વારા વિવિધ આવાસ યોજનાઓ શરૂ કરવામાં આવી છે જોકે રાજકોટમાં આ યોજનાનો લાભ લેવાના બદલે ગેરલાભ લેતા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. આ વાત મહાનગરપાલિકાના અધિકારીઓને ધ્યાને આવતા 16 જેટલા આવાસોને સીલ મારી દેવામાં આવ્યા છે. આ એવા આવાસોને સીલ મારવામાં આવ્યાં છે, કે જેમના મૂળ માલિકોએ અન્યને પોતાના આવાસ ભાડે આપ્યાં હતા.