RBI Repo Rates Cute: આરબીઆઈ (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા) એ તાજેતરમાં રેપો રેટના દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. કરોડો લોકો રિઝર્વ બેંક રેપો રેટમાં ક્યારે ઘટાડો કરશે તેની રાહ જોઈ રહ્યા છે. જો તમારા મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે, RBI વ્યાજ દરમાં ક્યારે ઘટાડો કરશે, તો હાલમાં નજીકના ભવિષ્યમાં આમ થવાની કોઈ શક્યતા નથી. હાં, વર્ષ 2024માં વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા જરૂર છે. 


નિષ્ણાત શું રાખી રહ્યાં છે અપેક્ષા?


નિષ્ણાતો અપેક્ષા રાખી રહ્યાં છે કે, રેપો રેટને 6.5 ટકા પર સ્થિર રાખવાની પ્રક્રિયા ડિસેમ્બરમાં નાણાકીય સમીક્ષા સુધી યથાવત રહેશે. તેમણે ફેબ્રુઆરી 2024ની સમીક્ષા બેઠકમાં રેપો રેટમાં પ્રથમ ઘટાડો થવાની અપેક્ષા વ્યક્ત કરી હતી. HDFC સિક્યોરિટીઝના રિસર્ચ હેડ દીપક જસાણીએ પણ આ અંગે માહિતી આપી હતી.


લિક્વિડિટી પ્રમાણે નહીં થઈ શકે કોઈ ફેરફાર


મીડિયાને માહિતી આપતા દીપક જસાણીએ જણાવ્યું હતું કે, હાલ રેપો રેટમાં ફેરફાર લિક્વિડિટી પ્રમાણે પણ થઈ શકે તેમ નથી. આ કારણે જ RBIએ દરોમાં સ્થિરતાનું વલણ અપનાવ્યું છે. વર્તમાન સમયમાં તમામ દેશોમાં મોંઘવારી નીચે જઈ રહી છે. આ ક્ષણે તે હજી પણ લક્ષ્યની ઉપર જણાઈ રહી છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું છે કે, ફુગાવો 4 ટકા પર જાળવવામાં આવે તેવી અપેક્ષા છે.


ફુગાવો 4 ટકા


HDFC બેંકના ચીફ ઇકોનોમિસ્ટ અભિક બરુઆહે કહ્યું છે કે, RBI ગવર્નર વૃદ્ધિને લઈને ઉત્સાહિત છે અને ફુગાવા પર હળવા દબાણને સમજે છે. તેઓ ફુગાવાના ભાવિ વિશે પણ વધુ સાવચેત છે. તેઓ ફુગાવાને 4 ટકાની નજીક રાખવા માટે પ્રતિબદ્ધ છે.


જાણો શું છે નિષ્ણાતનો અભિપ્રાય?


ક્રિસિલ રેટિંગ્સના મુખ્ય અર્થશાસ્ત્રી ધર્મકીર્તિ જોશીએ પણ જણાવ્યું હતું કે, આરબીઆઈ ચાલુ નાણાકીય વર્ષમાં દરો પર યથાવત સ્થિતિ જાળવી રાખશે અને 2024ના માર્ચ ક્વાર્ટરમાં જ ઘટાડો કરવાનું શરૂ કરશે. UBS ઈન્ડિયાના અર્થશાસ્ત્રી તન્વી ગુપ્તા જૈન અપેક્ષા રાખે છે કે, RBI તેની ફેબ્રુઆરી 2024ની મીટિંગમાં પ્રથમ વખત દરમાં ઘટાડો કરશે. અગાઉ તે ડિસેમ્બર 2023ની સમીક્ષામાં આવું થવાની અપેક્ષા રાખતી હતી.


RBI Monetary Policy: હજુ સસ્તી લોન માટે જોવી પડશે રાહ, RBI એ રેપો રેટમાં ન કર્યો કોઈ ફેરફાર


ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2023-24 માટે મોનેટરી પોલિસી કમિટીની બીજી બેઠકમાં રેપો રેટમાં વધારો ન કરીને લોકોને મોટી રાહત આપી છે. આ FY24 માં ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નાણાકીય નીતિ સમિતિ (MPC)ની આ બીજી બેઠક છે. તેની શરૂઆત 6 જૂને મુંબઈમાં થઈ હતી અને તેનું પરિણામ આજે જાહેર કર્યું છે. આરબીઆઈએ રેપો રેટમાં કોઈપણ ફેરફાર ન કરીને 6.5 ટકા પર યથાવત રાખ્યો છે.