RBIએ જાહેર કર્યો વાર્ષિક રિપોર્ટ, 2018-19માં 71,543 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસ નોંધાયા
abpasmita.in | 29 Aug 2019 08:39 PM (IST)
નાણાકીય વર્ષ 2018-19માં બેન્કોમાં 71,542.93 કરોડ રૂપિયાની છેતરપિંડીના 6801 કેસ નોંધાયા છે.
નવી દિલ્હીઃભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ 2018-19 વર્ષ માટે પોતાનો વાર્ષિક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. દેશમાં છેલ્લા વર્ષે બેન્ક સાથે છેતરપિંડી મામલામાં વાર્ષિક આધાર પર 15 ટકાનો વધારો થયો છે જ્યારે છેતરપિંડીની રકમ 73.8 ટકા વધીને 71,542.93 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ છે. આરબીઆઇની વાર્ષિક રિપોર્ટમાં આ આંકડા આપવામાં આવ્યા છે. આરબીઆઇએ ગુરુવારે નાણાકીય વર્ષ 2018-19 માટે પોતાનો વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં સરક્યુલેશનમાં વર્તમાન કરન્સી 17 ટકા વધીને 21.10 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ છે. સાથે જ એમ પણ કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2018-19માં બેન્કોમાં 71,542.93 કરોડ રૂપિયાની છેતરપિંડીના 6801 કેસ નોંધાયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સ્થાનિક માંગ ઘટવાથી આર્થિક ગતિવિધિઓ સુસ્ત પડી ગઇ છે અને અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે પ્રાઇવેટ રોકાણ વધારવાની જરૂર છે. આરબીઆઇએ કહ્યું કે, આઇએલએન્ડએફએસ સંકટ બાદ એનબીએફસીથી વાણિજ્યિક ક્ષેત્રને લોન પ્રવાહમાં 20 ટકાનો ઘટાડો આવ્યો છે. આ રિપોર્ટ દર વર્ષે જાહેર કરાય છે જેમાં કેન્દ્રિય બેન્કના કામકાજ અને સંચાલનનું વિશ્લેષણની સાથે અર્થવ્યવસ્થાના પ્રદર્શનમાં સુધાર માટે ભલામણો કરવામાં આવે છે. કેન્દ્રિય બેન્કે કહ્યું કે, કેન્દ્ર સરકારને સરપ્લસ રકમ 52,637 કરોડ રૂપિયા બાદ રિઝર્વ બેન્કના રિઝર્વ ફંડમાંથી 1,96,344 કરોડ રૂપિયાની રકમ બચી છે. ખેતી લોન માફી, સાતમું પગાર પંચની ભલામણોના ક્રિયાન્વયન, આવક સમર્થન યોજનાઓના કારણે રાજ્યોની આર્થિક પ્રોત્સાહનોને લઇને ક્ષમતા ઘટી છે.