નવી દિલ્હીઃ આગામી 12 મહિનામાં આઠ વર્ષની  સૌથી મોટી મંદી આવી શકે છે. એક તૃતીયાંશ ગ્લોબલ ફંડ મેનેજર્સ આ વાત કહી છે. બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિંચના સર્વે અનુસાર, આગામી એક વર્ષમાં આઠ વર્ષોની સૌથી મોટી મંદી આવી શકે છે. મેરિલ લિંચના સર્વે અનુસાર, 34 ટકા ફંડ મેનેજર્સનું માનવું છે કે આગામી એક વર્ષમાં મંદી આવી શકે છે. આ ઓક્ટોબર 2011 બાદ સૌથી મુશ્કેલ સમયગાળો હશે.


આ સર્વે બે ઓગસ્ટથી આઠ ઓગસ્ટ વચ્ચે કરવામાં આવ્યો હતો અને કુલ 224 પેનલિસ્ટ તેનો હિસ્સો હતો. જે દુનિયાભરમાં 553 અબજ ડોલરના ફંડ મેનેજમેન્ટ કરી રહ્યા છે. સર્વેમાં સામેલ અડધાથી વધુ મેનેજર્સે કહ્યું કે, કોર્પોરેચ ગ્રુપ્સ દબાણમાં છે અને તેમણે પોતાની બેલેન્સશીટને સુધારવા માટે પગલા ભરવા જોઇએ. સર્વેમાં કહ્યું કે, મોટાભાગના ઇન્વેસ્ટર્સનું માનવું છે કે કોર્પોરેટ્સને પોતાની બેલેન્સશીટમાં સુધાર માટે બાયબેક અને અન્ય વિકલ્પો પર કામ કરવાના બદલે કેશનો ઉપયોગ કરવો જોઇએ. એટલું જ નહી ફંડ મેનેજર્સના મતે આવનારા દિવસોમાં ટ્રેડ વોર પણ ગ્લોબલ મંદીનું એક કારણ બની શકે છે.