મુકેશ અંબાણીની(Mukesh Ambani)  કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) એ નાણાકીય વર્ષ 2023-24 (FY24) દરમિયાન તેના કર્મચારીઓની સંખ્યામાં 42,000નો ઘટાડો કર્યો છે. આ કંપનીની ખર્ચ વ્યવસ્થાપનની નીતિ અને ભરતીમાં ઘટાડાનું પરિણામ છે, ખાસ કરીને રિટેલ સેક્ટરમાં જ્યાં સ્ટોર બંધ થયા છે અને બિઝનેસના વિસ્તરણમાં ઘટાડો થયો છે.


ગ્રુપમાં થયેલી કર્મચારીઓની છટણીનો મોટો હિસ્સો તેના રિટેલ બિઝનેસમાં હતો. જે ગયા નાણાકીય વર્ષમાં RILના 2,07,000 કર્મચારીઓની સંખ્યાના લગભગ 60 ટકા જેટલો હતો. જ્યારે નાણાકીય વર્ષ 2023માં આ સંખ્યા 2,45,000 હતી. જિયોએ પણ નાણાકીય વર્ષ 2024માં તેના કર્મચારીઓની સંખ્યા ઘટાડીને 90,000 કરી દીધી હતી, જે એક વર્ષ અગાઉ 95,000 હતી. RILએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2024માં પોતાની જાતે નોકરી છોડનારાઓની સંખ્યા નાણાકીય વર્ષ 2023ની સરખામણીમાં ઘણી ઓછી હતી.


કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો


રિલાયન્સના કર્મચારીઓની સંખ્યા FY24માં 347,000 હતી, જે એક વર્ષ અગાઉ FY23માં 389,000 હતી. કંપનીના વાર્ષિક અહેવાલ મુજબ, નવી ભરતીની સંખ્યામાં પણ ત્રીજા ભાગથી વધુનો ઘટાડો કરવામાં આવ્યો  અને તેને 170,000 સુધી સિમિત કરી દેવામાં આવી છે.


 ડિજિટલ ઇનીશિટિવ્સ અને ઓપ્ટિમમ સ્ટ્રેન્થ


અગ્રણી બ્રોકિંગ ફર્મના વિશ્લેષકે જણાવ્યું હતું કે, "રિલાયન્સની નવી બિઝનેસ લાઇન્સ હવે પરિપક્વતા પ્રાપ્ત કરી લીધી છે અને તેને ડિજિટલ ઇનીશિટિવ્સથી પૂરતું સમર્થન મળ્યું છે. હવે તે પોતાના સંચાલનને યોગ્ય બનાવવા માટે ઓપ્ટિમમ સ્ટ્રેન્થ પર છે. તેનો અર્થ એ નથી કે નવા વ્યવસાયની તકો ઉભરવા અને રણનીતિમાં ફેરફાર સાથે હેડકાઉન્ટ વધશે નહીં. તે ખર્ચ વ્યવસ્થાપન અને કાર્યક્ષમતાને સારી રીતે સમજે છે.


રિટેલ બિઝનેસમાં ઘટાડો


મોટાભાગના કર્મચારીઓની છટણી કંપનીના રિટેલ બિઝનેસમાં થઇ હતી જે છેલ્લા નાણાકીય વર્ષમાં રિલાયન્સની કુલ કર્મચારીઓની સંખ્યાના લગભગ 60 ટકા જેટલો હતો. રિટેલ કર્મચારીઓની સંખ્યા FY24માં 207,000 હતી, જે FY23માં 245,000 હતી. Jio માં કર્મચારીઓની સંખ્યા પણ FY23 માં 95,000 હતી જે ઘટીને નાણાકીય વર્ષ 2024માં 90,000 થઈ ગઈ હતી.


રિલાયન્સે જણાવ્યું હતું કે જોકે કર્મચારી લાભ ખર્ચ 3 ટકા વધીને 25,699 કરોડ રૂપિયા થયો હતો. ગયા વર્ષની સરખામણીએ નાણાકીય વર્ષ 2023માં આ વધારો 33 ટકા હતો.


સ્ટોર નેટવર્કનું વિસ્તરણ


નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન રિલાયન્સ રિટેલે 3,300 થી વધુ નવા સ્ટોર્સ ખોલ્યા, જે વર્ષના અંતે સ્ટોરની કુલ સંખ્યા 18,040 પર પહોંચી ગઈ હતી.


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આ નીતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે કંપની કેવી રીતે ખર્ચ વ્યવસ્થાપન અને કાર્યક્ષમતાને પ્રાથમિકતા આપે છે. ભવિષ્યમાં જેમ જેમ નવી વ્યાપારી તકો ઉભરી રહી છે અને વ્યૂહરચના બદલાશે તેમ કંપનીના હેડકાઉન્ટમાં ફેરફાર થવાની શક્યતા છે.