નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો યૂઝર્સ માટે સારા સમાચાર છે. કંપનીએ યૂઝર્સ માટે ટૂંકા ગાળાની મુદત માટેના બે નવા પ્લાન રજૂ કર્યા છે. 49 અને 69 રૂપિયાની કિંમતના આ પ્લાનમાં યૂઝર્સને ઓછી કિંમતમાં ડેટા અને બીજા નેટવર્ક પર કોલિંગ માટે ફ્રી મીનિટ મળે છે. આ પ્લાનની અન્ય વિશેષતા એ છે કે તેમાં જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રીપ્શન પણ ઓફર કરવામાં આવી રહ્યું છે.

ફરીથી લોન્ચ કર્યો પ્લાન, પણ વેલિડિટી ઘટાડી દીધી

49 રૂપિયા રૂપિયાવાળો પ્લાન કંપનીએ 2019માં ટેરિફ મોંઘુ થયા બાદ હટાવી દીધો હતો. પરંતુ હવે ફરીથી તેને ઉપલબ્ધ કરાવ્યો છે. પરંતુ આ વખતે તેમાં વેલેડિટી 28 દિવસના બદલે ઘટાડીને 14 દિવસ કરી દેવામાં આવી છે. આ પ્લાનમાં જિયો થી જિયો અનલિમિટેડ વોઇસ કોલિંગ મળે છે. જ્યારે અન્ય નેટવર્ક પર 250 મિનિટ્સ મળે છે. 25 ફ્રી એસએમએસવાળા પ્લાનમાં કંપની 2GB 4G ડેટા પણ આપી રહી છે.

શું મળશે આ પ્લાનમાં

69 રૂપિયાવાળા શોર્ટ ટર્મ પ્લાનમાં 14 દિવસની વેલિડિટી સાથે 7GB ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. આમાં પણ જિયો થી જિયો અનલિમિટેડ વોઇસ કોલિંગ મળે છે. જ્યારે અન્ય નેટવર્ક પર 250 મિનિટ્સ મળે છે. 25 ફ્રી એસએમએસ ઓફર કરવામાં આવ્યા છે.

INDvNZ: બુમરાહે વિકેટ લેવા કેટલી ઓવર સુધી જોવી પડી રાહ ? જાણીને ચોંકી જશો

સોનાની આ શાહી થાળીમાં જમશે ટ્રમ્પ અને મેલાનિયા, જાણો વિગત

INDvNZ: ઈશાંત શર્માએ ઝહીર ખાનના મોટા રેકોર્ડની કરી બરાબરી, જાણો વિગત