ભારતીય રિઝર્વ બેંકે 11 માર્ચે પેટીએમ પેમેન્ટ બેંક પર નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે RBIએ Paytm પેમેન્ટ્સ બેંકનું IT ઓડિટ કરાવવાનો આદેશ આપ્યો છે. આઈટી ઓડિટનો અર્થ એ છે કે કંપનીનું આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે સોફ્ટવેર ઘણા ગ્રાહકોનો બોજ ઉઠાવવા સક્ષમ છે કે કેમ, તેમાં શું ખામીઓ છે અને તે શા માટે આવી રહી છે, આ તમામ બાબતોની તપાસ કરવામાં આવશે.
RBIએ કહ્યું છે કે, "Paytm પેમેન્ટ્સ બેંકે નવા ગ્રાહકો ઉમેરવા માટે RBIની પરવાનગી લેવી પડશે અને નવા ગ્રાહકોને RBI IT ઑડિટના અહેવાલોની સમીક્ષા કર્યા પછી જ ઉમેરવાની મંજૂરી આપવામાં આવશે." Paytm પેમેન્ટ્સ બેંકને ડિસેમ્બરમાં RBIની અનુસૂચિત પેમેન્ટ્સ બેંક તરીકે કામ કરવા માટે મંજૂરી મળી હતી, જે તેને તેની નાણાકીય સેવાઓની કામગીરીને વિસ્તૃત કરવામાં મદદ કરે છે. ભારતીય રિઝર્વ બેંકે આજે Paytm પેમેન્ટ્સ બેંક લિ.ને બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 35A હેઠળ તાત્કાલિક અસરથી નવા ગ્રાહકોના ઓનબોર્ડિંગને રોકવા માટે નિર્દેશ આપ્યો છે.
Paytmનો શેર ઘટાડા સાથે બંધ થયો
આજે BSE પર Paytmનો શેર ઘટાડા સાથે બંધ થયો. One 97 Communications Ltd (PAYTM) નો શેર 1.05 પોઈન્ટ (-0.14 ટકા) ઘટીને 774.80 પર બંધ થયો. કંપનીનું માર્કેટ કેપ રૂ.50,247.65 કરોડ છે.