મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 43મી એજીએમ કોરોના સંકટને જોતા આ વખતે ઓનલાઈન યોજાઈ. વિવિધ વર્ચુઅલ પ્લેટફોર્મ દ્વારા રિલાયન્સના લાખો શેર હોલ્ડર્સ આ બેઠકમાં સામેલ થયા. વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ ઘણી મહત્વની જાહેરાત કરી હતી.

અંબાણીએ કહ્યું જિયો ગૂગલ સાથે પાર્ટનરશિપ કરી રહી છે. આ પાર્ટનરશિપ અંતર્ગત એક ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવશે. જે એન્ટ્રી લેવલ 4G અને 5G સ્માર્ટફોન માટે હશે. આ પાર્ટનરશિપ ભારતને 2G મુક્ત બનાવવા માટે છે.


ભારતમાં હાલ પણ 2Gનો ઉપયોગ કરવામાં આવે છે અને કંપનીનો ટાર્ગેટ 2G યૂઝર્સ છે. આગામી વર્ષોમાં કંપની 2G યૂઝર્સને 4G તથા 5G સ્માર્ટફોન દ્વારા આકર્ષવાની કોશિશ કરશે. મુકેશ અંબાણીએ કહ્યું કે, ભારત 5Gના દરવાજે ઉભું છે અને દેશના 350 મિલિયન લોકો હજુ પણ 2G વાપરે છે તેમને અફોર્ડેબલ સ્માર્ટફોનમાં અપગ્રેડ કરવામાં આવશે.

જિયો અને ગૂગલ દ્વારા તૈયાર કરવામાં આવનારી ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડ આધારિત હશે. જેને ગૂગલ પ્લે સ્ટોરનો પણ સપોર્ટ આપવામાં આવશે. એટલે કે પ્લે સ્ટોરની એપ્સ ડાઉનલોડ કરી શકાશે.

એજીએમમાં સંબોધન કરતાં મુકેશ અંબાણીએ કહ્યું, જિયો ફાઇબર સાથે દસ લાખથી વધારે ઘર જોડાઈ ચુક્યા છે. જિયોએ 5G સોલ્યૂશન ડેવલપ કર્યુ છે. ત્રણ વર્ષમાં 50 કરોડથી વધારે જિયો ગ્રાહકો હશે.


મુકેશ અંબાણીએ કહ્યુ, અમે ભારતમાં વર્લ્ડ ક્લાસ 5G સેવાઓ આપીશું. અમે ગ્લોબલ ટેલિકોમ ઓપરેટર્સને પણ 5G સોલ્યૂશન આપીશું. જિયોનું 5G સોલ્યૂશન પ્રધાનમંત્રી મોદીને સમર્પિત છે. જેવું અમને 5જી સ્પેક્ટ્રમ મળશે ટ્રાયલ શરૂ કરીશું. ફિલ્ડમાં ઉપયોગ માટે આગામી વર્ષ સુધીમાં આ ટેકનોલોજી તૈયાર કરવામાં આવી શકે છે.

દેશમાં પ્રવાસીઓ  માટે સૌથી મોટા આકર્ષણ એવા આ રાજ્યમાં પણ આવતી કાલથી લોકડાઉન, જાણો વિગત

RIL AGM: મુકેશ અંબાણીએ 5Gને લઈ શું કરી મોટી જાહેરાત, જાણો વિગત

કોરોના મુદ્દે મોટા સમાચાર, ગુજરાતની કઈ ફાર્મા કંપનીએ કોરોનાની રસીના માણસો પર ક્લિનિકલ ટ્રાયલ શરૂ કર્યા ?