Ruchi Soya FPO:  બાબા રામદેવની માલિકીની કંપની રૂચી સોયા હોળી પછી ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) લઈને આવી રહી છે. ખાદ્ય તેલ ઉત્પાદક રુચી સોયાનો FPO   24 માર્ચે ખુલશે. આ FPO દ્વારા કંપની 4300 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહી છે.


28 માર્ચે બંધ રહેશે


રુચિ સોયાએ શુક્રવારે સ્ટોક એક્સચેન્જોને જણાવ્યું હતું કે બોર્ડની એક સમિતિએ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP)ને મંજૂરી આપી છે. બોર્ડે 24 માર્ચ 2022ના રોજ બિડિંગ માટે ઇશ્યૂ ખોલવાની અને 28 માર્ચ 2022ના રોજ બંધ કરવાની મંજૂરી આપી છે.


પૈસા ક્યાં વાપરવામાં આવશે?


કંપનીએ FPO લાવવા માટે ગયા વર્ષે ઓગસ્ટમાં મૂડી બજારના નિયમનકાર સેબીની મંજૂરી લીધી હતી. રુચિ સોનાએ જૂન 2021માં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યો હતો. DRHP મુજબ, રુચિ સોયા ઇશ્યુની આવકનો ઉપયોગ ચોક્કસ બાકી દેવું ચૂકવવા, તેની કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને અન્ય સામાન્ય કોર્પોરેટ હેતુઓને પૂર્ણ કરવા માટે કરશે.


પતંજલિએ 2019માં હસ્તગત કરી હતી


તમને જણાવી દઈએ કે પતંજલિએ 2019માં રૂચી સોયાને નાદારી પ્રક્રિયા દ્વારા રૂ. 4,350 કરોડમાં હસ્તગત કરી હતી. કંપનીના પ્રમોટરો હાલમાં લગભગ 99 ટકા હિસ્સો ધરાવે છે. FPOના આ રાઉન્ડમાં કંપનીએ ઓછામાં ઓછો નવ ટકા હિસ્સો વેચવો પડશે.


જાણો શું છે સેબીનો નિયમ?


સેબીના ધોરણો મુજબ, કંપનીમાં ઓછામાં ઓછો 25 ટકા પબ્લિક હિસ્સો હોવો જોઈએ. પ્રમોટર્સ પાસે તેમનો હિસ્સો ઘટાડીને 75 ટકા કરવા માટે લગભગ ત્રણ વર્ષનો સમય છે.


આ પણ વાંચોઃ


Russia Ukraine War: યુક્રેનના સુમીમાંથી હેમખેમ પરત ફર્યો વિદ્યાર્થી, પિતાએ કહ્યું- મારો નહીં મોદીનો પુત્ર પાછો આવ્યો છે – જુઓ વીડિયો


IND vs SL, Pink Ball Test: ડે-નાઇટ ટેસ્ટમાં ત્રણ ગુજરાતી સાથે ઉતર્યુ ટીમ ઈન્ડિયા, ભારતની પ્રથમ બેટિંગ


ICC Women's World Cup 2022: મહિલા વર્લ્ડકપમાં ભારતીય બોલર Jhulan Goswami એ રચ્યો ઈતિહાસ, જાણો વિગત


ICC Women's World Cup 2022: ભારતે વેસ્ટ ઈન્ડિઝને 155 રનથી આપી હાર, હરમનજીત અને સ્મૃતિ મંધાનાની સદી