જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહક છો તો તમારા માટે આ કામના સમાચાર છે. કોરોના મહામારીના આ સમયમાં તમે ઘર બેઠા જ બેન્કિંગ સંબંધિત અનેક કામ પૂરા કરી શકો છો. એસબીઆઈ પોતાના ગ્રાહકો માટે ડોરસ્ટેપ સર્વિસની સુવિધા શરૂ કરી છે. તે અંતર્ગત તમે ઘર બેઠા જ ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર, નવી ચેકબુક માટે રિક્વેસ્ટ અને IT ચલણની સેવાઓનો લાભ લઈ શકો છો.
એસબીઆઈ દ્વારા આપવામાં આ સેવાનો લાભ લેવા માટે તમારે બેંકની વેબસાઈટ પર જઈને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઉપરાંત તમે ટોલ ફ્રી નંબર 1800 1037 188, 1800 1213 721 પર પોન કરીને પણ સેવાઓનો લાભ લઈ શકો છો.
ડોરસ્ટેપ બેન્કિંગ માટે આ રીતે કરો રજિસ્ટર
કોરોના માહમારીના આ સમયમાં લોકો પોતના ઘરેથી કામ માટે બહાર નીકળે અને બેંકોમાં વધારે ભીડ ન થાય તે માટે એસબીઆઈએ આ ડોરસ્ટેપ બેન્કિંગ સેવાની શરૂઆત કરી છે. SBIએ થોડા દિવસ પેહલા જ તેના વિશે જાણકારી આપતાં કહ્યું હતું કે, “બેંક પતે તમરા ઘર સુધી પહોંચી ગઈ છે. તેના માટે આજે જ રજિસ્ટ્રેશન કરાવો.”
એસબીઆઈના ગ્રાહક બેંકની વેબસાઇટ https://bank.sbi/dsb પર જઈને તેના માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. સાથે જ તમે બેંક દ્વારા શેર કરવામાં આવેલ ટોલ ફ્રી નંબર 1800 1037 188, 1800 1213 721 પર ફોન કરીને આ સેવાનો લાભ લઈ શકો છો. ઉપરાંત એસબીઆઈના ગ્રાહક બેંકની DSB Mobile Appનો ઉપયોગ કરીને આ સુવિધાનો લાભ લઈ શકે છે.
ગ્રાહકોને ઘર બેઠે જ મળશે આ સુવિધા
આ સેવા માટે રજિસ્ટર કરાવનાર એસબીઆઈના ગ્રાહકો ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર, નવી ચેકબુક માટે રિક્વેસ્ અને IT ચલણી સેવાઓનો લાભ લઈ શકે છે. સાથે જ તેમાં તમને ટર્મ ડિપોઝિટની સ્લીપ, એકાઉન્ટ સ્ટેટમેન્ટ, ટીડીએસ, ફોર્મ 16 સર્ટિફિકેટ, રોકડ, ઉપાડ અને પેંશનર્સ માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની સુવિધા પણ આપવામાં આવી રહી છે.