SBI Loan Costly: દેશમાં પબ્લિક સેક્ટરની સૌથી મોટી બેન્ક એટલે કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (State Bank of India) (SBI) એ ફરી એકવાર પોતાના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે, એસબીઆઇએ લૉન મોંઘી (SBI Loan Costly) કરી દીધી છે. બેન્કે પોતાની માર્જિનલ કૉસ્ટ ઓફ લેન્ડિંગ રેટ્સમાં વધારો કર્યો છે.


એસબીઆઇએ એમસીએલઆરમાં વધારો કર્યો છે, બેન્કે પોતાની 1 વર્ષની સમયમર્યાદાની માર્જિનલ કૉસ્ટ બેઝ્ડ લેન્ડિંગ રેટ એટેલ કે એમસીએલઆર (MCLR)ને વધારવાનો ફેંસલો કર્યો છે. આ વધારા બાદ કસ્ટમર્સને હૉમ લૉન, કાર લૉન, એજ્યૂકેશન લૉન, પર્સનલ લૉન વગેરે તમામ પ્રકારની લૉન પર વધારે વ્યાજ દર ચૂકવવો પડશે. સામાન્ય રીતે જોવામાં આવે છે કે, ગ્રાહક એક વર્ષની સમયમર્યાદાની MCLR ના બેસિસ પર જ પોતાની લૉનને એપ્રૂવ કરે છે, આવામાં આ ફેંસલો કરોડો ગ્રાહકોના ખિસ્સા પર સીધી અસર કરશે. 


10 બેસિસ પૉઇન્ટનો વધારો -
એસબીઆઇની અધિકારીક વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, એસબીઆઇ બેન્કે એક વર્ષની અવધિની MCLR પર 10 બેસિસ પૉઇન્ટ્સનો વધારો કર્યો છે. પહેલા બેન્ક 1 વર્ષની લૉન પર 8.30 ટકા વ્યાજ દર ઓફર કરી રહી હતી, જે હવે વધીને 8.40 ટકા થઇ ગયો છે. આવામાં આ વધારાના કારણે પોતાની હૉમ લૉન, કાર લૉન, પર્સનલ લૉન, વગેરે તમામ લૉન પર તમારે વધારે ઇએમઆઇની ચૂકવણી કરવી પડશે. જાણો અલગ અલગ સમયમર્યાદાની MCLR વિશે..... 


ઓવરનાઇટ MCLR-7.85 ટકા
1 મહિનાની MCLR-8.00 ટકા
3 મહિનાની MCLR- 8.00 ટકા
6 મહિનાની MCLR- 8.30 ટકા
1 વર્ષની MCLR- 8.40 ટકા
2 વર્ષની MCLR- 8.50 ટકા
3 વર્ષની MCLR- 8.60 ટકા


જાણો MCLRનો વધારાથી કઇ રીતે વધે છે EMI ?


ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં રિઝર્વ બેન્કે માર્ઝિનલ કૉસ્ટ ઓફ ફન્ડ બેઝ્ડ લેન્ડિંગ રેટ (Marginal Cost of Lending Rates) એટલે કે MCLR નીસ સિસ્ટમને શરૂ કરી હતી, આ એક મિનિમમ વ્યાજદર છે, જેના આધાર પર બેન્ક પોતાના ગ્રાહકોને લૉનનો વ્યાજદર ઓફર કરે છે. આ દરેક બેન્કનું અલગ અલગ હોય છે, અને આને પોતાની જરૂરિયાતોના હિસાબે વધારે અને ઘટાડો પણ થાય છે. આના આધાર પર અલગ અલગ લૉનની ઇએમઆઇ નક્કી કરવામાં આવે છે.