નવી દિલ્લી: ચાર દિવસના લાંબા સમય બાદ ગુરૂવારે શેયર બજાર ખુલતા જ સેંસેક્સ અને નિફટીમાં ભારે ગિરાવટ જોવા મળી હતી. યુરોપિયન માર્કેટમાં ભાવ ડાઉન થતા ધરેલું માર્કેટમાં દબાણ વધી ગયું હતું. દિવસ દરમિયાન 500 અંકથી વધુની ગિરાવટ ધણી વખત જોવા મળી, જ્યારે નિફટી 8550ના સ્તરથી નીચે પહોંચી ગયો હતો. ગુરૂવારે સેંસેક્સ 439.31 અંકથી નીચે પડી 27643.11ના સ્તર પર અને નિફ્ટી 137.55 અંકથી નીચે જઈ 8571.25 પર જઈ બંધ થયો હતો.


ગુરૂવારે શેયર બજારમાં શરૂઆતી કારોબારમાં એકદમ ગિરાવટ જોવા મળી હતી. બજાર ખુલતાની સાથે જ સેંસેક્સમાં 222.89 અંકની ભારે ગિરાવટ જોવા મળી હતી. પ્રમુખ સુચકાંક સેંસેક્સ સવારે 9.41 વાગે 222.88 અંકથી નીચે જઈ  27.859.46 પર અને નિફટી લગભગ આજ સમયે 65.05 અંકોની કમજોરી સાથે 8.643.75 પર કારોબાર કરતો જોવા મળ્યો હતો.

મુંબઈ સ્ટોક એક્સચેંજ(બીએસઈ) નો 30 શેયરો પર આધારિત સુચકાંક સેંસેક્સ સવારે 39.72 અંકની ગિરાવટ સાથે 28.042.62 પર, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) ના 50 શેયર પર આધારિત સુંચકાંક નિફટી 37.3 અંકની નીચે 8671.50 પર ખુલ્યો હતો.

ગુરૂવારે કારોબારી સત્રમાં ડૉલરના મુકાબલે રૂપિયો 30 પૈસા નીચે 66.83 પર ખુલ્યો હતો, જ્યારે સોમવારે અમેરિકી ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 15 પૈસાની મજબૂતી સાથે 66.53ના સ્તર પર બંધ થયો હતો.