Service Sector PMI: ભારતની સેવા ક્ષેત્ર (Service Sector)ની પ્રવૃત્તિઓ એપ્રિલ 2011 પછી તેમના ઉચ્ચતમ સ્તરે છે. એક માસિક સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે આ સુધારો વધતા ખર્ચ વધવા છતાં માંગની સ્થિતિમાં સુધારાને કારણે થયો છે. સીઝનલી એડજસ્ટેડ S&P ગ્લોબલ ઇન્ડિયા સર્વિસીસ PMI બિઝનેસ એક્ટિવિટી ઇન્ડેક્સ મે મહિનામાં 58.9 થી વધીને જૂનમાં 59.2 થયો હતો. આ એપ્રિલ 2011 પછીનું સૌથી ઊંચું સ્તર છે.


સર્વિસ સેક્ટરમાં સતત 11મા મહિને ઉત્પાદનમાં વધારો


સર્વિસ સેક્ટરમાં સતત 11મા મહિને ઉત્પાદનમાં વધારો થયો છે. S&P ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સનાં સંયુક્ત નિર્દેશક પોલિઆના ડી લિમાએ જણાવ્યું હતું કે સેવાઓની માંગમાં ફેબ્રુઆરી 2011 પછીનો સૌથી મોટો સુધારો જોવા મળ્યો હતો અને આર્થિક પ્રવૃત્તિમાં વિસ્તરણને કારણે તે મજબૂત બની હતી. તેમણે કહ્યું કે આગામી મહિનામાં પણ પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે.


મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ નીચે આવ્યો હતો


1 જુલાઈના રોજ આવેલા મેન્યુફેક્ચરિંગ ઈન્ડેક્સ (PMI) ડેટામાં જૂન મહિનામાં ઉત્પાદન પ્રવૃત્તિઓ ધીમી રહી છે. જૂન મહિનામાં તે ઘટીને 53.9 પર આવી ગયો છે. તે જ સમયે, અગાઉના મહિનામાં એટલે કે મે મહિનામાં, આ ઇન્ડેક્સ 54.6 હતો. S&P ગ્લોબલ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ આંકડો જાહેર કરવામાં આવ્યો છે.


સર્વિસ PMI નો અર્થ શું છે


પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (PMI)ની ભાષામાં, 50 થી વધુનો સ્કોર એટલે પ્રવૃત્તિ વિસ્તરી રહી છે, જ્યારે 50 થી નીચેનો સ્કોર સંકોચન સૂચવે છે. દેશમાં વ્યાપારી પ્રવૃત્તિઓમાં વધારો થવાને કારણે અને રોજગારમાં નવેસરથી થયેલા વધારાને કારણે સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં સુધારો જોવા મળ્યો છે.


આ પણ વાંચોઃ


Vivo સહિત ચાઈનીઝ મોબાઈલ કંપનીઓના 44 સ્થળો પર EDનાં દરોડા, યુપી-બિહાર સહિત અનેક રાજ્યોમાં કાર્યવાહી