આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ

મંગળવારે સ્થાનિક શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 1,064.12 પોઈન્ટના જંગી ઘટાડા સાથે 80,684.45 ના સ્તરે બંધ થયો હતો.

Continues below advertisement

મંગળવારે સ્થાનિક શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 1,064.12 પોઈન્ટના જંગી ઘટાડા સાથે 80,684.45 ના સ્તરે બંધ થયો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી પણ 332.25 પોઈન્ટના જોરદાર ઘટાડા સાથે 24,336.00 ના સ્તરે બંધ થયો હતો. આ ઉપરાંત નિફ્ટી બેન્ક પણ 746.55 પોઈન્ટ ઘટીને 52,834.80ના સ્તરે રહ્યો હતો. શ્રીરામ ફાઇનાન્સ, ભારતી એરટેલ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, હીરો મોટોકોર્પ અને જેએસડબલ્યુ સ્ટીલ આજના કારોબારમાં નિફ્ટીમાં સૌથી વધુ ઘટ્યા હતા. 

Continues below advertisement

આ સિવાય જો સેક્ટોરલ ઈન્ડાયસિસની વાત કરીએ તો તમામ લાલ નિશાનમાં બંધ થયા છે, જેમાં ઓટો, બેંક, એનર્જી, મેટલ, ઓઈલ એન્ડ ગેસમાં 1-1 ટકાનો ઘટાડો નોંધાયો છે. BSE મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.5-0.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. 

ઈન્ટ્રાડે ટ્રેડમાં, BSE સેન્સેક્સ 1,136 પોઈન્ટ ઘટીને 80,612.20ની નીચી સપાટીએ જ્યારે NSE નિફ્ટી 50,365 પોઈન્ટ ઘટીને 24,303.45ની દિવસની નીચી સપાટીએ પહોંચ્યો હતો.

બજાર કેમ તૂટ્યું ?

નિષ્ણાતોના મતે, યુએસ ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિના પરિણામો પહેલા રોકાણકારોએ સાઈડમાં  રહેવાનું પસંદ કર્યું. જોકે ફેડ દ્વારા બુધવારે વ્યાજ દરોમાં એક ક્વાર્ટર પોઇન્ટનો ઘટાડો થવાની ધારણા છે, પરંતુ 2025માં ફેડ વ્યાજદરમાં ઘટાડો કરશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા રહે છે.

વધુમાં, ચીન 2025 સુધીમાં તેની બજેટ ખાધ 3 ટકાથી વધારીને 4 ટકા કરવાની યોજના ધરાવે છે. આનાથી ભારતમાં FIIના પ્રવાહ પર દબાણ આવવાની શક્યતા છે, કારણ કે બજારને સ્ટિમ્યુલસ પેકેજમાં વૃદ્ધિની અપેક્ષા છે. ઉપરાંત, નિષ્ણાતો એમ પણ કહે છે કે નવેમ્બરમાં ભારતની વેપાર ખાધમાં ઝડપી વૃદ્ધિ $37.8 બિલિયન થવાથી રૂપિયા પર દબાણ આવશે. તે ડોલર સામે 85 સુધી પહોંચી જશે.

શેરબજારમાં આજે 17મી ડિસેમ્બરે ભારે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. સેન્સેક્સ લગભગ 1,064 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 24,350 ની નીચે ગયો હતો. જેના કારણે આજે શેરબજારમાં રોકાણકારોને આશરે રૂ.5 લાખ કરોડનું નુકસાન થયું હતું. વૈશ્વિક બજારોમાં નબળા વલણને કારણે અને યુએસ ફેડરલ રિઝર્વ બેંકની મહત્વપૂર્ણ બેઠક પૂર્વે રોકાણકારો આજે સાવચેત દેખાયા હતા, જેના કારણે બજારમાં વેચવાલી જોવા મળી હતી. આ સિવાય ક્રિસમસ અને નવા વર્ષની રજાઓને કારણે વિદેશી રોકાણકારોએ પણ ટ્રેડિંગ ઘટાડ્યું છે, જેના કારણે બજાર દબાણ હેઠળ રહ્યું છે. BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ પણ અડધા ટકા સુધી ઘટીને બંધ થયા છે. બીએસઈના તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ પણ લાલ નિશાનમાં રહ્યા હતા. સૌથી વધુ ઘટાડો નાણાકીય, આઈટી, ઓઈલ અને ગેસ સેક્ટરમાં જોવા મળ્યો હતો.

Continues below advertisement
Sponsored Links by Taboola