નવી દિલ્હીઃ વિશ્વમાં  આર્થિક મંદીના ભણકારા વચ્ચે મોટી કંપનીઓએ છટણીની રમત શરૂ કરી દીધી છે. અલીબાબા, વોલમાર્ટ સહિતની કંપનીઓ બાદ હવે સ્નેપચેટે પોતાના કર્મચારીઓને રેડ સિગ્નલ બતાવ્યું છે. કંપનીએ તેના 20 ટકા સ્ટાફની છટણી કરવાની તૈયારી કરી છે.


'ધ વર્જ'ના રિપોર્ટ અનુસાર, સોશિયલ મીડિયા એપ સ્નેપચેટની પેરેન્ટ કંપની Snap Inc.એ તેના 20 ટકા કર્મચારીઓને કાઢી મુકવાની તૈયારી કરી લીધી છે. એવું કહેવામાં આવ્યું હતું કે કંપની લાંબા સમયથી આ મોટી છટણીની યોજના બનાવી રહી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહિનાના છેલ્લા દિવસ એટલે કે બુધવાર 31 ઓગસ્ટથી સ્નેપચેટમાં છટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.


1280 કર્મચારીઓને છૂટા કરવામાં આવશે


નોંધનીય છે કે હાલમાં, Snap Inc માં લગભગ 6,400 કર્મચારીઓ કામ કરે છે. આ રીતે 20 ટકા કર્મચારીઓ એટલે કે 1,280 કર્મચારીઓ નોકરી ગુમાવશે. મંગળવારે મોડી રાત્રે જાહેર કરાયેલા આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સ્નેપચેટની અંદર મિની એપ અને ગેમ પર કામ કરતી ટીમ આ છટણીથી ખરાબ રીતે પ્રભાવિત થશે.


વરિષ્ઠ અધિકારીઓએ રાજીનામું આપ્યું


દરમિયાન એવા પણ સમાચાર છે કે કંપનીના ચીફ બિઝનેસ ઓફિસર જેરેમી ગોર્મને રાજીનામું આપી દીધું છે અને તેઓ હવે નેટફ્લિક્સને તેમની સેવાઓ આપવા જઈ રહ્યા છે. આ સિવાય યુએસ-વાઈસ પ્રેસિડેન્ટ પીટર નાયલરે પણ પોતાનું પદ છોડીને કંપનીને અલવિદા કહી દીધું છે. સ્ટ્રીમિંગ એપ નેટફ્લિક્સ સાથે જોડાવા અંગે પણ ચર્ચાઓ થઈ રહી છે.


ઉલ્લેખનીય છે કે  ગયા મહિને જાહેર થયેલા પરિણામો અનુસાર કંપનીને છેલ્લા ક્વાર્ટરમાં લગભગ 10 બિલિયન ડોલરનું નુકસાન થયું હતું. તેનો સ્ટોક 52 સપ્તાહની નીચી સપાટીએ સરકી ગયો છે. ખોટની વાત કરીએ તો ગયા નાણાકીય વર્ષમાં 152 મિલિયન ડોલરની સરખામણીમાં તેને 422 મિલિયનની ખોટ છે.


અમેરિકન ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ Snapchat એ ગયા વર્ષે 2021 માં ભારતમાં તેના 100 મિલિયન માસિક વપરાશકર્તાઓનો આંકડો પાર કર્યો હતો. સ્નેપચેટ એપ વિશે વાત કરીએ તો તમે આ એપ પર મિત્રો સાથે ફોટા શેર કરી શકો છો. જો કે, આ એપની ખાસિયત તેના વિવિધ પ્રકારના ફિલ્ટર્સ છે, જેમાં કંપની સતત નવા પ્રયોગો કરતી રહે છે.


 


Weight Loss Juice: ઇમ્યુનિટી બૂસ્ટ કરવાની સાથે વજન ઉતારતા આ ડ્રિન્કની જાણી લો રેસિપી


PM Modi Food Expenses: પીએમ મોદીના ભોજનનો ખર્ચ સરકાર નહીં પણ ખુદ ઉઠાવે છે, RTIમાં થયો મોટો ખુલાસો


Audi Q3 Premium Compact SUV: ઓડીએ ભારતમાં લોન્ચ કરી Q3 પ્રીમિયમ કોમ્પેક્ટ SUV, પ્રથમ 500 ગ્રાહકોને મળશે આ ખાસ સુવિધા


Saree Pics: ફિલ્મફેર એવોર્ડમાં વ્હાઇટ બૉલ્ડ સાડી પહેરીને પહોંચી ટીવીની આ હસીના, તસવીરો પર ફેન્સ ફિદા, જુઓ...