જો તમે પણ શેરબજારમાંથી કમાણી કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. શેરબજારમાં આવ કંપનીના શેરે ટૂંક સમયમાં રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે. જો કે પેની સ્ટોકમાં જોખમ વધારે છે, પરંતુ આજે અમે જે પેની સ્ટોક વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેણે રોકાણકારોને 62 હજાર ટકા વળતર આપ્યું છે અને એક વર્ષમાં તેમની 1 લાખ રૂપિયાની રકમ 6 કરોડ રૂપિયામાં ફેરવી નાખી છે.


આ સ્ટોકમાં 135 દિવસથી સતત અપર સર્કિટ લાગી રહી છે અને હજુ પણ કોઈ તેને વેચવા તૈયાર નથી. ચાલો જાણીએ કે આ કયો સ્ટોક છે અને તેની કંપની શું કરે છે?


કયો સ્ટોક છે?


તમે તાજેતરમાં Sri Adhikari Brothers  સ્ટોક વિશે સાંભળ્યું જ હશે આ સ્ટોકમાં 135 ટ્રેડિંગ સેશન્સથી સતત અપર સર્કિટ લાગી રહી છે. શેરે છેલ્લા એક વર્ષમાં 62 હજાર ટકાથી વધુ વળતર આપ્યું છે. આમાં રોકાણ કરનાર લગભગ દરેક રોકાણકાર કરોડપતિ બની ગયો છે. સતત અપર સર્કિટના કારણે કોઈ રોકાણકાર તેને વેચવા તૈયાર નથી. જો છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો આ શેરે રોકાણકારોને 1650 ટકા વળતર આપ્યું છે.


કંપની શું કરે છે?


શ્રી અધિકારી બ્રધર્સ ટેલિવિઝન નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડ એ મુંબઈની એક ટેલિવિઝન નેટવર્ક કંપની છે. તેણે 1990ના દાયકામાં દૂરદર્શન, સ્ટાર પ્લસ અને અન્ય ટેલિવિઝન ચેનલો માટે ટીવી સિરિયલો બનાવી છે. આ સિવાય કંપનીએ 1999માં તેની કોમેડી ચેનલ સબ ટીવી પણ શરૂ કરી હતી.


સ્ટોકની સ્થિતિ શું છે?


શ્રી અધિકારી બ્રધર્સના સ્ટોકમાં 3 એપ્રિલથી આજ સુધી એટલે કે 11મી ઓક્ટોબર સુધી સતત 135 દિવસ સુધી અપર સર્કિટ લાગી રહી છે. દરમિયાન આ સ્ટોક એપ્રિલમાં 45 રૂપિયાથી વધીને 986 રૂપિયા થયો છે. જો માર્કેટ એક્સપર્ટનું માનીએ તો આ મલ્ટિબેગર સ્ટોક ટૂંક સમયમાં 1000 રૂપિયાની સપાટીએ પહોંચી જશે. આ કંપનીના શેર 1 મહિનામાં 664 રૂપિયાથી વધીને 986 રૂપિયા થઈ ગયા છે.                                                      


Tax Devolution To States: મોદી સરકારે રાજ્યોને આપ્યા 1.78 લાખ કરોડ રૂપિયા, જાણો ગુજરાતને કેટલા મળ્યા?